________________
(૧૫) કહ્યો હોય તેના પરના મત્સર-ઈખીને લઈને મારે. અમુક પ્રકારે અમુક અર્થનું સ્થાપન કરવું છે એવા અભિનિવેશ –આગ્રહથી અન્યથા પ્રકારે તે અર્થની પ્રરૂપણ કરે, અથવા પ્રથમ વિસ્મરણને લીધે અન્યથા પ્રકારે અર્થ કર્યો હોય અને પછી કોઈ ના કહેવાથી સત્યતત્વ જાણ્યું હોય તે પણ પ્રથમ પોતે કહેલા અને સત્ય ઠરાવવાના આગ્રહથી તેજ અસત્ય અર્થને પકડી રાખે, અથવા સત્ય અર્થને જાણ્યા વિના જ અસત પ્રરૂપણ કરે અને બીજાએ વાર્યા છતાં પિતાના અસત્ય અર્થને છેડે નહીં, આ સર્વ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે, આ મિથ્યાત્વ જિનયમને અંગીકાર કરનારાઓને જ હાઈ શકે છે. ૩. સાંસાયિક મિથ્યાત્વ એટલે હૃદયમાં શંકા સહિત પ્રરૂપણ કરે, અને વિચારે કે હું બીજાને પૂછું, તે મને બીજાઓ (શ્રાવકો) વિદ્વાન ન ધારે અને તેથી કરીને મને મૂકીને બીજાઓને ભજે એમ ધારીને સત્ર, અર્થ તથા સૂત્રાર્થને બરાબર નહીં જાણતાં છતાં પણ બીજાને પૂછે નહીં. તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે, આ પણ સ્વદર્શી નીને જ હોઈ શકે છે. ૪. અનાભોગિક મિથ્યાત્વ એટલે એકેંદ્રિયાદિક જીનું જે જ્ઞાન તે આગ કહેવાય છે. તેવું જ્ઞાન જેઓને ન હોય તેઓને અનાભોગિક મિથ્યાત્વ હોય છે, અથવા શુદ્ધ તત્વને જાણતાં છતાં ઉપયોગ ન હોવાને લીધે શ્રોતાઓને મિથ્યાત્વ પ્રાપ્ત કરાવે તેવા અશુદ્ધ પ્રરૂપણ કરે, તે પણ અનાગ મિથ્યાત્વ કહેવાય છે. ૫. તેમજ રશૂળ ભાવથી ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું એમ અનેક પ્રકારેમિથ્યાત્વ કહેલું છે, પરંતુ તે સર્વ પ્રકારે માં વાસ્તવિક રીતે તત્વનું વિવરતપણું જ હોય છે, એમ જાણવું. હું પિતાના જિનબિંબની પૂજા ભકિતપૂર્વક કરૂં છું, તેથી બીજા બિઓની ભાવથી પૂરી કરવાનું મારે શું પ્રજને છે? આમ વિચારે, તથા દાનાદિક આપવું તે પિતાની જ્ઞાતિ અને સંબંધવાળા સાધુને જ આપવું યોગ્ય છે. તેમાં ગુણ દોષનો વિચાર કરવાની જરૂર જ નથી. ઈત્યાદિક વિચારે તે મિથ્યાત્વ છે કે જે સર્વે અનર્થનું કારણ છે, માટે જે વાસ્તવિક સુખની ઇચ્છા હોય તેનો ત્યાગ કરી વેરીની જવા