________________
અને ચૈત્ય વિગેરેમાં નિરંતર વસવું, તલ અને ફળનું ભક્ષણ કરવું, સચિત્ત જળનું પાન કરવું, પોતાના ગુણ સાંભળવા, સુવર્ણ અને પુષ્પાદિકવડે પોતાના અંગની પૂજા કરાવવી, અને ચીને પ્રસંગ કરે. આ વિગેરે બાબતો યતિલિંગને ધારણ કરનાર મનુષ્ય કરે, છે તે લેટેત્તર ગુરૂ સંબંધી મિથ્યાત્વ કહેવાય છે એટલે કે આવા આચારવાળાં સાધુવેષધારીને જે ગુર તરિકે માનવા તે લત્તર ગુરૂ સંબંધી મિથ્યાત્વ છે, શિવ વિગેરે રાગી દેવના મંદિરમાં જવું તેની પૂજ, નમસ્કાર કે સ્તુતિ કરવી, સૂર્ય ચંદ્રનાં ગીત ગાવાં, ગોત્ર દેવી વિગેરેની પૂજા કરવી, કાગડા વિગેરેને બળિદાન આપવું, ગાયની પૂજા કરવી તથા પિંડદાન-શ્રાદ્ધ કરવું, એ વિગેરે સર્વ લિકિક દેવ સંબંધી મિથ્યાત્વ છે. બ્રાહ્મણને ભોજન કરાવવું, તેમને ગાય, તલ, તેલ અને વસ્ત્ર વિગેરેનું દાન કરવું. તથા તાપસ વિગેરે નમસ્કાર કરવા, એ વિગેરે સર્વ લેકિક ગુરૂ સંબંધી મિથ્યાત્વ છે. કહ્યું છે કે-“લકક દેવ સંબંધી અને ગુરૂ સંબંધી તથા લોકોત્તર દેવ સંબંધી અને ગુરૂ સંબંધી એ રીતે ચાર પ્રકારે મિથ્યા ત્વ સૂત્રમાં બતાવેલું છે.”
અથવા સૂરમાં બીજી રીતે પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલું છે-આભિગ્રહિક ૧, અનભિગ્રહિક ૨, અભિનિવેશિક ૩, સાંશયિક ૪ અને અનાગિક ૫ એ પાંચ પ્રકારે મિથ્યાત્વ છે. તેમાં આભિગ્રહિક એટલે કેવળ પિતાના કુદર્શનને જ આગ્રહ કરે છે. આ મિથ્યાત્વ દીર્થ સંસારીને હેય છે, તથા કુદષ્ટિની પાસે જેમણે દીક્ષા લીધેલી હોય છે, તેમને આ મિથ્યાવિ અત્યંત ગાઢ હોય છે. ૧. અનાભિગ્રહિક એટલે પોતાના અથવા પરના દર્શન ઉપર એકાંત આગ્રહ ન હોય તે (સર્વ દાનને સરખા માનવા તે). આ મિથ્યાત્વ મિથ્યાષ્ટિની પાસે જેમણે દીક્ષા લીધી ન હોય તથા જેઓ અનાપ્તદષ્ટિ એટલે સમકિત પામેલા ન હય, એવા મનુ અને તિર્થને હેય છે. ર અભિનિવેશિક મિથ્યાત્વ એટલે કોઈએ સત્ય અર્થ