________________
(૧૩)
जथ द्वितीयः पल्लवः २
- જે જિતશત્રુ રાજાને પુત્ર છતાં જિતશત્રુને નામે પ્રસિદ્ધ છે તે સુવર્ણ સમાન કાંતિવાળા શ્રી અજિતનાથ સ્વામી જય પામે. - હવે પહેલી ગાથામાં જ શ્રાવકનાં કૃત્ય નામનું બીજું દ્વાર કહે છે.
मिच्छं परिदरह. - હે વિવેકી લેકે ! જન્મ, જરા, મરણ અને કલેશ વિગેરે સમગ્ર દુ:ખરૂપી મેટો કલાની શ્રેણિવાળા આ સંસારરૂપી સમુદ્રમાં ફરતા બ્રમણ કરતા આ જીવે અનાદિ કાળથી મિથ્યાત્વનું સેવન કર્યું છે. મિથ્યાત્વ એટલે વિપરીત જાણવું તે, અથવા નવ ત સંબંધી અને જ્ઞાન અને તેમના પર અશ્રદ્ધા. આવી પ્રકારના મીથ્યાત્વને તમે ત્યાગ કરે. મીથ્યાત્વનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
મિથ્યાત્વના બે પ્રકાર છે –લાકોત્તર મિથ્યાત્વ ૧ અને લોકિક મિથ્યાત્વ ૨. તે દરેકના બે ભેદ છે-દેવ સબંધી અને ગુરૂ સંબંધી. તેમાં અન્ય વીથિકાએ ગ્રહણ કરેલી પ્રતિમાઓને નમવું, જિન ચિત્યોમાં રાત્રીને સમયે રહેવું અથવા પ્રવેશ કરવો, સ્ત્રીઓ અને સાધુએાએ ચત્યમાં સાથે બેસવું, નાટક વિગેરે કરવું, જે ચિત્યમાં દર્શન અને પૂજા કરનારાઓની સ્વતંત્ર ગતિ ન હોય–પોતાની ઇચ્છા પ્રમાણે જવાતું ન હોય, તેવાં ચેત્યો કદાપિ કલ્પે નહીં. તથા આ લોક સંબંધી મનવાંછિતની સિદ્ધિને માટે જે કામિત તીર્થોની પૂજા કરવી, આ સર્વ લોકોત્તર દેવ સંબંધી મિથ્યાત્વ કહેવાય છે. મઠ
૧ જિતશત્રુ પિતા અને જિતશત્રુ પુત્ર એવું હોઈ શકે નહીં તેથી તે વિરોધાભાસ અલંકાર કહેવાય છે. તેના પરિહારમાં જિયા છે શત્રુ જેણે એ અર્થ કરી અજિતનાથનું વિશેષણ કરવું. - ૨ ઈષ્ટ વસ્તુ આપનાર. ૩ ઉપાશ્રય. .