________________
રિટ
*
*
- પુંડરીકની કથા, મહાવિદેહની પૃથ્વીરૂપી સ્ત્રીના મસ્તકમાં મુગટરૂપ અને સર્વ સંપત્તિના સ્થાનરૂપ પુલાવતી નામે વિજય છે. માનસ સરોવરની જેવા તે વિજયમાં પુંડરીકિ નામની પુરી છે, તેને મધ્ય ભાગ પુણ્યરૂપી રજના પંજથી અત્યંત વાસિત છે. તે પુરીની તરફ વૃક્ષની શ્રેણીથી શોભતું દેવના ઉદ્યાન જેવું નલીનીગુલમ નામનું ઉધાન છે. તે પુરીમાં મહાપદ્મ નામને રાજા પ્રજાજનોનું રંજન કરતા હતા. જિનેશ્વરની આજ્ઞારૂપી કમલિનીને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન હતું. તે રાજાને જાણે ચાલતી પદ્માવતી (લક્ષ્મીદેવી). હેયે એવી પદ્યાવતી નામની પ્રિયા હતી. તે ગુણોના ખજાનારૂપ અને અગણ્ય લાવણ્યરૂપી જળની વાપીકા સમાન હતી. તેને પુંડરિક, અને કંડરીક નામના બે પુત્ર થયા હતા. તેમના બાહદંડ અતિબળવાન હતા અને તેઓ રાજહંસની જેમ નિરંતર કીડા કરતા હતા.
એકદા તે પુરીના ઉદ્યાનમાં આકાશમાં સૂર્યની જેમ ભાનુ નામના મુનીશ્વર પધાર્યા. તેમને નમસ્કાર કરવા માટે મહાપદ્મ રાજા હર્ષથી પરિવાર સહિત ગયે. ગુરૂને નમસ્કાર કરી તેમની દેશના સાંભળી રાજાએ પ્રતિબંધ પામવાથી પુંડરીકને રાજ્યપર સ્થાપન કરી પિતે દીક્ષા લીધી. “ લઘુકમ જ દુઃખમિશ્રિત સુખને ઈચ્છતા નથી.” અનુક્રમે તે રાજર્ષિ તપ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.
ફરીથી તે જ (ભાનુ) મુનીશ્વર એકદી ત્યાં આવ્યા. ત્યારે પુંડરીક રાજાએ ગુરૂના મુખથી ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેને નાનો ભાઈ યુવરાજ વિષયોથી યુક્ત હતે તેપણ મુનિની વાણીરૂપી અમૃતના સિંચનથી તેનું મન યતિધર્મ પાળવામાં તત્પર થયું. તેથી તેણે ગુરૂને કહ્યું કે –“હું મારા ભાઈની રજા લઈને ચારિત્ર ગ્રહણ કરીશ.” એમ કહી તે કંડરીક કુમાર નગરમાં ગયે. તેણે રાજાને પોતાને મનોરથ જણાવ્યું, ત્યારે રાજાએ કહ્યું કે