________________
“હુજ વૈરાગ્ય પામે છે, માટે તુંજ રાજ્ય ધારણ કરી લે લઘુબંધુ ! હુંજ વ્રત લેવા ઈચ્છું છું; માટે તું ભેગ ભેગવ.” આ પ્રમાણે રાજાએ બે ત્રણ વાર કહ્યા છતાં તેણે વિષય પર જરા પણ મન કર્યું નહીં. ફરીથી રાજાએ કહ્યું કે –“ત્રત ગ્રહણ કરવું તે ગંગામાં સામે પુરે તરવા જેવું છે, અને ખની ધાર ઉપર ચાલવા જેવું છે. તારું શરીર કેમળ છે. કહ્યું છે કે – જે વ્રતનું આચરણ કરી ઉપસર્ગો સહેવા તે ગંગાના સામે પ્રવાહે તરવા જેવું છે, મેરૂ પર્વત તાજવામાં તળવા જેવું છે, ભયંકર અને મેટું શત્રુનું સૈન્ય જીતવાનું છે, રાધાવેધમાં બનાવેલા ચક ઉપર રહેલ લક્ષ્યરૂપ પુત્રીનું ડાબું નેત્ર વિધવાનું છે. તું બાળક અને સુકુમાળ છે, વ્રત તે બળીષ્ઠ માણસે ગ્રહણ કરવા લાયક છે, તેમાં ભાવશત્રુઓને જીતવાના છે, અને દુસહ પરિષહે સહન કરવાના છે. આ પ્રમાણે રાજાએ કહ્યું તે પણ સંસારનું નિઃસારપણું જાણનારા કંડરીકે કહ્યું કે-“હે જયેષ્ઠ બંધુ ! વ્રત કાયર પુરૂષને જ ભય આપનારું છે. જે લેકે વ્રતમાં કાયર હોય છે તેઓ જ આ લેકના વિષયોને ઈચ્છે છે, પરંતુ ધીર પુરૂષે અસાર ભેગથી નિરતર વૈરાગ્ય જ પામે છે.”તે સાંભળી રાજાએ તેને વ્રતની અનુજ્ઞા આપી, અને તેને દીક્ષામહોત્સવ કર્યો. પછી કંડરીક ચારિત્રને અંગીકાર કરી ઉપવાસાદિક તપમાં તત્પર થઈ સ્થવિર મુનિની પાસે એકાદશાંગી ભણી સાધુના આચારમાં નિપુણ થયે. અન્યદા તે કંડરીક મુનિને રૂક્ષ આહારના વેગથી શેલક આચાર્યની જેમ દાહવર લાગુ પડ્યો. “કર્મની ગતિ વિષમ છે.”
એકદાગુરૂ તે રાજર્ષિ વિગેરે સાધુઓ સહિત પુંડરીકિ નગરીએ પધાર્યા અને વિવિધ વૃક્ષેથી શેતિ ઉદ્યાનમાં રહ્યા. તે જાણ રાજાએ તે મુનિઓને પિતાની યાનશાળામાં લાવીને રાખ્યા, અને વૈદ્ય પાસે પિતાના ભાઈની ચિકિત્સા કરાવી. પ્રાસુક ઔષધ અને આહારના વેગથી તેને વ્યાધિ નાશ પામે, અને રસવાળો આહાર લેવાથી તત્કાળ તેનું શરીર બળિણ થયું. તે રાજર્ષિના શરીરને સારું થયું