________________
જાણનાર પંડિતોએ ત્રણ પ્રકારની કહેલી છે. પહેલી ધર્મજિજ્ઞાસા, બીજી બજિજ્ઞાસા અને ત્રીજી તસ્વજિજ્ઞાસા તેમાં ધર્મના એક દેશમાં રહેલી છે વાંછા તે ધર્મજિજ્ઞાસા કહેવાય છે,સર્વથા ધર્મની જે વાંછા તે બ્રહ્મજિજ્ઞાસા કહેવાય છે, અને જ્ઞાનતત્ત્વ સંબંધી જે વાંછા તે તત્ત્વજિજ્ઞાસા કહેવાય છે. આ ત્રણે પ્રકારની જિજ્ઞાસાનો વારંવાર અભ્યાસ કરે જોઈએ. પરંતુ જ્યાં સુધી ભવભ્રમણ વિશેષ હોય છે ત્યાં સુધી દર્શનની જિજ્ઞાસા કદાપિ ઉત્પન્ન થતી નથી તથા મુક્તિપદ સંબંધી જિજ્ઞાસા પણ થતી જ નથી, તેથી પ્રાણીઓને વાંછવા દર્શન કદાપિ પ્રાપ્ત થતું નથી અને અભીષ્ટ એવો મોક્ષ પણ કદાપિ થતું નથી. તે વિષે કહ્યું છે કે –“ જિનેશ્વરે કહેલા તત્વને વિષે જે રૂચિ થાય તે શ્રદ્ધા કહેવાય છે, તે શ્રદ્ધા કેટલાક પ્રાણીઓને સ્વભાવથી જ થાય છે અને કેટલાકને ગુરૂના ઉપદેશથી થાય છે. વ્યાકરણથી શબ્દની સિદ્ધિ થાય છે, શબ્દ સિદ્ધ થવાથી એને નિર્ણય થાય છે, નિશ્ચિત અર્થ થવાથી તત્વનું જ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનથી મેક્ષ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગદર્શનરૂપી રત્ન પ્રાપ્ત થયું હેય અને જે નિગમાગમને જાણનાર હોય તેવા પ્રાણીઓ યથાસ્થિત શ્રાવકને આચાર અંગીકાર કરે. મુનિઓને સર્વ આચાર અગ્યાર અંગમાં કહેલો છે અને શ્રાવકને સંપૂર્ણ આચાર નિગમમાં કહેલે છે. સાધુ, શ્રાદ્ધદેવ અને શ્રાવકે પોતપોતાના અધિકાર પ્રમાણે ગુરૂના મુખથી આગમ અને નિગમનાં વચને સાંભળવા. પ્રથમ નિગમ અને આગમમાં કહેલે શ્રાવકને આચાર સંપૂર્ણ રીતે જાણી પછી તત્ત્વજ્ઞાનીએ શ્રદ્ધાપૂર્વક ગુરૂની સાક્ષીએ તે અંગીકાર કર, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને સંપૂર્ણ નિર્ણય કરવાની ઈચ્છાવાળા નિપુણ પુરૂએ નિગમ અને આગમના શાસ્ત્રા જેવા જોઈએ. વિશુદ્ધ શ્રાવકને આચાર પાળતા ઉત્તમ શ્રાવક ચારિત્રના મને રથવડે પુંડરીકની જેમ પિતાના આત્માને પવિત્ર કરે છે. શ્રીઆવશ્યક ચણિમાં ચારિત્રને મને રથ કરવાથી શું ફળ થાય તે ઉપર પુંડરીક રાજાની કથા કહેલી છે, તે આ પ્રમાણે