________________
今と
હાય એમ ભાસે છે.એકદા ભરત રાજાએ પેાતાના અઠ્ઠાણુ નાના ભાઈઓને નૂતના મુખે કહેવરાવ્યું કે-“જો તમે રાજ્યના અથી હા તા મળે! આશ્રય કરા (મારી આજ્ઞા માના).”આ પ્રમાણે સાંભળી તેએએ વિચાર કર્યો કે“આપણે પ્રથમથી જ આદિનાથની સેવા કરી છે અને તેણેજ આપેલુ રાજ્ય ભાગવીએ છીએ તેા ભરતની સેવા શામાટે કરવી જોઈએ ? એમ વિચારી તે રાજાએએ રાજ્યના ત્યાગ કરી જિનેશ્વર પાસે આવી તેમના હસ્તથી જ દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે વિહાર કરવા લાગ્યા. ત્યારપછી નમસ્કાર કરતા પ્રાણીઓના દુ:ખનેા નાશ કરનાર ત્રણ જગતના સ્વામી પ્રથમ જિનેશ્વર વિનીતાનગરીના ઉદ્યાનમાં સમવસર્યાં. તે વખતે “પિતા અને વળી અરિહંત એ તે સુવણુ અને સુગંધ જેવું છે. ” એમ વિચારી ભરતરાજા ભક્તિથી ત્યાં આવી જનેશ્વરને નમ્યા. ત્યારપછી નિપુણ એવા ચક્રવર્તીએ પેાતાના ભાઇઓને નમન કરી રાજ્ય ભાગવવાની વિનતિ કરી; પરંતુ તે સુનિખાએ વમન કરેલા રાજ્યને ભાગવવાની ઇચ્છા કરી નહીં ત્યારે રાજાએ વિચાર્યું કે—“ મારે આ ભરતક્ષેત્રનું માટુ' રાજ્ય છે, અને આ અખુટ ભાગેા છે, તેથી આ મારા બંધુ મુનિએ જે મારી કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરે તેા સારૂં. ” એમ વિચારી અનેક પ્રકારના પકવાન્નાનાં ગાડાં ભરી લાવી ભરતરાજાએ સમવસરણમાં આવી પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે—“હે સ્વામિન્! મારા પર કૃપા કરશે, અને કહે કે આ મુનિએ આ મારી પ્રાણુક વસ્તુ ગ્રહણ કરે, જેથી મારા જન્મ સફળ થાય. ” તે સાંભળી ભગવાન ખેલ્યા કે—“ હે ભરત ! સાધુઓને એવા આધાકર્મી આહાર ક૨ે નહીં. ” ત્યારે ભરતે કહ્યું“ મારે ત્યાં આવીને આહાર ગ્રહણ કરા. ” પ્રભુ મેલ્યા— રાજપિંડ પણ સાધુઓને કલ્પે નહીં. ” તે સાંભળી ભરતચક્રી ખેદ યુક્ત થયા. તે જાણી પાસે બેઠેલા ઇંદ્રે ભગવાનને પૂછ્યું કે—“ હું રવામી ! અવગ્રહ કેટલા છે ? પ્રભુ ખાલ્યા કે— ઈંદ્રના, ચક્રવર્તીના, ગામના રાજાના, ગૃહસ્થના અને સાધુના એમ પાંચ પ્રકારના અવગ્રહ છે. ” તે સાંભળી સાધુઓની ક્રિયાનું અનુમાદન કરતા ઇંદ્રે
""
V