________________
લંઘવાર દુત્તા જિ. સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક અને શ્રાવિકા એ છે પ્રકારને સંઘ છે. તેના પર ગુણીજનેએ બહુમાન કરવું-ભક્તિ કરવી યેગ્ય છે. (સંધના ૪ પ્રકારને આમાં ૬ કહ્યા છે. )
વિસ્તરાથ-જિનેશ્વરની આજ્ઞાને મસ્તક પર ધારણ કરનાર શ્રીસંઘ છ પ્રકારે છે, એમ નિગમ અને આગમને જાણનારે કહે છે. તે આ પ્રમાણે-સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાદ્ધ અને શ્રાદ્ધી–એ છે પ્રકારને સંઘ છે. પંડિતોએ સિદ્ધાંતમાં સામાન્ય રીતે સુથાદ્ધ અને શ્રાદ્ધ એમ બે પ્રકારે શ્રમણોપાસક (શ્રાવક) કહ્યા છે. તત્ત્વના જિલ્લાસુઓએ સુશ્રાદ્ધ અને શ્રાદ્ધની ક્રિયાને વિષય જાણવું જોઈએ. તે વિશેષ રીતે નિગમના ઉપનિષદુ શાસ્ત્રોમાં જુદા પાડીને બતાવે છે. સબીજ યેગને-સમકિતને પામે છે અને દેષ રહિત સંઘ અતિ દુર્લભ છે કે જે સંઘ નિગમમાં કહેલી ક્રિયાને પ્રમાણભૂત માને છે. સમૃદ્ધિવાળા વિવેકી જનોએ આ સંધ સદા પૂજવા યોગ્ય છે. આ સંઘને જ સમવસરણમાં પ્રવેશ કરતાં તીર્થકર નમસ્કાર કરે છે. કહ્યું છે કે-“નગર, રથ, ચક, કમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂ-આટલા પદાર્થોની જે સંઘને ઉપમા આપેલી છે, તે ગુણતા સાગરૂપ સઘને હું નમું છું. સંઘ હર્ષપૂર્વક જેના ઘરને સ્પર્શ કરે છે, તેના આંગણામાં મનહર સુવર્ણની વૃષ્ટિ થઈ છે, તેના ઘરમાં શ્રેષ મણિનું નિધાને પ્રાપ્ત થયું છે અને તેને ઘેર કલ્પલતાની ઉત્પત્તિ થઈ છે એમ જાણવું તીર્થકરે, ચકવતિઓ અને વાસુદેવ વિગેરેની જન્મભૂમરૂપ તથા પાપનો નાશ કરનાર આ સંઘ સદા આદરપૂર્વક પોતાના અધિકાર પ્રમાણે પૂજવાયેગ્ય છે. તે ઉપર ભરત ચકીની કથા નીચે પ્રમાણે છે.
શકઈ ભરતક્ષેત્રની ભૂમિરૂપી સ્ત્રીના મુવણરૂપ વિનીતા નામની નગરી સ્થાપના કરી હતી (વસાવી હતી). તેને નાયક ભ રત ચકવતી હતે. તે ભરત છે ખેડ ભરતક્ષેત્રને વિજય કરી યશ મેળવ્યું હતું, તેથી કરીને જાણે તેના નામથી ભરતક્ષેત્ર કહેવાતું