________________
.
ધ્યાનથી આત્માને ભાવિત કરવા લાગ્યા. એકને ચિરકાળના યતિધર્મ પણ નિષ્ફળ થયા અને બીજાને જન્મથી સેવેલે ગુડ્ડીધર્મ સફળ થયા. એકની ઉન્માર્ગે જવાને લીધે અપ્રતિષ્ઠાન નામના નરકમાં ઉત્પત્તિ થઇ અને પીજાની સન્માર્ગે ચાલવાથી સર્વાર્થસિદ્ધમાં ઉત્પત્તિ થઇ. એક અપાર સંસારસમુદ્રમાં અટન કરશે અને બીજા મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિદ્ધિપદ પામશે, અહા ! કડરીક મુનિ તીવ્ર ચારિત્રનું પાલન કર્યાં છતાં તેનું મન સવરમાં નહિ હાવાથી ચારિત્રનું કાંઇપણ ફળ પામ્યા નહીં, અને પુંડરીક રાજા ગૃહીધર્મનું સમ્યક્ પાલન ક્રુરી સંસારના સુખભોગથી જરા પણ લેપાયા નહીં. જેનુ હૃદય કેવળ ચાŕરત્રના પરિણામથી જ વાત હતું તે પુંડરીકે રાજ્ય ભાંગયુ, તાપણ તેને આત્મગુણુના સમૂહને પ્રાપ્ત કરવાનું કારણ થયું. રાજ્યના અથી પાતાના ભાઇ કુંડરીકને રાજ્ય સોંપી પુડરીક મહામુનિએ પાતાનુ કાર્ય સાધ્યું. પુંડરીક રાજાની જેમ શ્રાવકાએ સુખની સંપત્તિને માટે ચારિત્રના પરિણામમાં જ પાતાનું ચિત્ત ધારણ કર્યુ.
ઇતિ શ્રીતપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય. વાચકેદ્ર શ્રી ઈંદ્રતુસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે ચેાથી શાખામાં ચારિત્રપરિણામ નામના શ્રાવકના કૃત્ય ઉપર પુંડરીક રાજાના વર્ણન નામના તેત્રીશમા પલ્લવ સમાપ્ત થયા.
પલ્લવ ૩૪ મે.
શ્રીશત્રુજય, સ ંમેશખર, આબુ પર્વત અને માંડવગઢ એ ચાર તીર્થં લેાકાત્તર મહિમાવાળા આ જગતમાં જયવતા વર્તે છે.
ચરણુ પરિણામનું સ્વરૂપ કહ્યા પછી હવે સંઘ ઉપરના બહુમાન નામનું પાંચમી શાખાને વિષે ચાત્રીશમુ દ્વાર પ્રગટ કરે છે.