SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતક્ષેત્રમાં સાધુઓના નિવાસની અનુજ્ઞા આપી. તે વખતે ભારત ચકી બોલ્યા કે “જે આ પ્રમાણે માત્ર મન અને વચનથી જે પુણ્ય થઈ શકે છે તે તે સુખે સાધી શકાય તેવું છે, તેથી કરીને હું પણ ભરતક્ષેત્રમાં સાધુઓને નિવાસ કરવાની અનુજ્ઞા આપું છું.” પછી ભરતે હર્ષિત ચિત્તે જિનેશ્વરને વંદના કરી, અને ઇંદ્ર તથા ચકી બન્ને સમવસરણની ભૂમિમાંથી સાથે બહાર નીકળ્યા. તે વખતે ભરતે ઇંદ્રને પૂછ્યું કે–“હવે આ ભેજનની શી વ્યવસ્થા કરવી?”ઇકે કહ્યું કે –“ જેઓ તમારાથી ગુણાધિક હેય તેમને આ ભેજનવડે સત્કાર કરે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે“ભગ ઉપભેગની સર્વ સામગ્રીવડે તો મારાથી અધિક કેઈપણું નથી, પરંતુ આ શ્રાવકે ગુણે કરીને મારા કરતાં મોટા છે, તેથી આ શ્રમણોપાસક નિરંતર ભકિત કરવા લાગ્યા છે. ” આમ વિચારીને ચકીએ ગાડામાં ભરેલી રસવતી (પકવાન્ન) શ્રાવકને જમાડીને તેમ સાર્થકતા કરી. એકદા ચક્રીએ ઇંદ્રને પૂછ્યું કે –“હે ! તમે સ્વર્ગમાં કેવા સ્વરૂપે રહે છે?”ઈ જવાબ આપે કે –“તે રૂપ મનુષ્ય જોઈન શકે તેવું હોય છે. તે પણ તમે મનુષ્યમાં સર્વોત્તમ છે તેથી તમને હું એક અવયવ દેખાડું છું, કેમકે દેવનું દર્શન કદાપિ નિષ્ફળ થતું નથી, એમ કહેવાય છે.” આ પ્રમાણે કહી ઇદ્ર સર્વ અલંકારેથી સુશોભિત પિતાની એક આંગળી તેને દેખાડી. તે જોઈ પરિવાર સહિત ચકી આશ્ચર્ય પામ્ય, અને આઠ દિવસ સુધી તેને મહત્સવ કર્યો. ત્યારથી આરંભીને દર વરસે ઇંદ્ર મત્સવ લેકમાં પ્રવર્તે. “મહાપુરૂષને અનુસરીને જ સર્વ વ્યવહારે પ્રવર્તે છે, એક બીજાની પાછળ ચાલનારા લેકે તત્વાર્થને વિચાર કરતા નથી.” સાધુઓએ અને શ્રાવકોએ તે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જ ધર્મકાર્ય કરવું યુક્ત છે. વિચક્ષણ પુરૂએ નિગમ અને આગમનાં શો જોઈ નિશ્ચય અને વ્યવહાર નયને આધારે ધર્મમાં પ્રવર્તવું જોઈએ. પછી ચક્રીએ ઇંદ્રને કહ્યું કે“તમે દેના ઈ છે અને હું મનુષ્યને ઇંદ્ર છું, માટે હે ઇંદ્ર છે. તે નિગમ મત નો
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy