________________
(૧૭૭)
અક્ષત (ચોખા) ૩, પુષ્પ ૪, દીપ પ, ફળ, નૈવેદ્ય ૭ અને જળ ૮ આ 'આઠ વસ્તુવકે ડાહ્યા પુરૂષાએ પ્રભુની પૂજા કરવી. જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં અને જીવાભિગમમાં સત્તર પ્રકારી પૂજા આ પ્રમાણે કહી છે–જળ ૧, ચંદન ૨, વસ્ત્ર યુગલ ૩, ગંધ ૪, છુટા પુષ્પ ૫, પુષ્પની માળા ૬, વર્ણ ૭, ચૂર્ણ (વાસક્ષેપ) ૮, ચંદરો બાંધવે ૯, સુવર્ણાદિકના અલંકારે ધરવા ૧૦, પુષ્પોની મેટી માળા ચડાવવી ૧૧, અક્ષતવડે અષ્ટમંગળ આળેખવા ૧૨, પાંચ વર્ણવાળા પુષ્પને સમૂહ ધો ૧૩, ધૂપ કર ૧૪, એકસો આઠવાર નમસ્કારને જાપ કરવો ૧૫, મેટી વજા ચડાવવી ૧૬ અને નૃત્ય કરવું ૧૭ તે. વળી રાજપશ્રીય નામના સૂત્રમાં ટ્રિપદી અને સૂર્યાભદેવે જેવી રીતે પ્રભુની પૂજા કરી છે, તેવી રીતે વિવેકી જનેએ હર્ષપૂર્વક ઘણા દ્રવ્યને વ્યય કરીને મહાપૂજા કરવી. પૂજા કરવાને વિધિ આગમનાં વચનોથી જાણી લે. અહીં પણ તેને કાંઈક વિધિ કહેવામાં આવે છે.
પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવું, પશ્ચિમ તરફ મુખ રાખીને દાતણ કરવું, ઉત્તર તરફ મુખ રાખીને શ્વેત વસ્ત્ર પહેરવા, અને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને પૂજા કરવી. પ્રભુના બે ચરણ, બે જાનુ (ઢીંચણ), બે હાથ, બે ખભા અને એક મસ્તક એ નવ અંગે અનુક્રમે પૂજા કરવી. ચંદન . વિના કદાપિ પૂજા કરવી નહીં. પ્રાત:કાળે સુગંધી વાસક્ષેપવડે, મધયાન્હ સમયે પુષ્પના સમૂહવડે અને સાંયકાળે ધૂપ દીપવડે એમ ત્રણે કાળે જિનેશ્વરની પૂજા કરવી. પ્રભુની જમણી બાજુએ દીપ કરવો ને ડાબી બાજુએ ધૂપ કર. અગ્રપૂજા પ્રભુની સન્મુખ કરવી. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક વિદ્વાનોએ દ્રવ્યપૂજા
૧. આ નામે પૂજા કરવાના ક્રમ પ્રમાણે આપેલા નથી