________________
( ૧૭૬)
પલવ ૧૯ મા.
જે તીર્થના રવામી વ્યાખ્યાનના અવસરરૂપી વર્ષાઋતુમાં મેઘની જેમ પૃથ્વીપર વાણીરૂપી જળના સમૂહને વરસાવતા હતા ત્યારે તેમના મુખરૂપી વનમાં ઉત્પન્ન થયેલા અક્ષરરૂપી પુષ્પા કે જે વાણીરૂપ જળની વૃષ્ટિથી ઉત્પન્ન થયાં હતાં તેને ગ્રહણ કરીને ગણધરો અરિહંતના મતને શાભાવવા માટે શાસ્રોરૂપી માટી માળા ગુંથતા હતા, તેવા શ્રી મદ્દીનાથ નામના એગણીશમા તીર્થંકર ભવ્ય જીવાને ધર્મલક્ષ્મીની પ્રાપ્તિ કરાવનાર થાઓ.
યતનાનું સ્વરૂપ કહ્યા પછી હવે ત્રીજી ગાથામાં કહેલ જિનપૂજા નામનુ આગણીશમું દ્વાર કહે છે.
जिणपूआ
ચેાત્રીશ અતિશયાડે શાલતા અને આઠ મહા પ્રાતિહાર્યોવાળા શ્રી જિનેશ્વરાની પંડિત જનાએ ચંદન પુષ્પાદિકે કરીને પૂજા કરવી.
સમવસરણમાં વિરાજમાન અને પાતપાતાના તીર્થને સ્થાપન કરનારા જિનેશ્વરા જાણવા. એક ચાવીશીમાં તેવા ચાવીશ જિના થાય છે, અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ ચાવીશીમાં થઇને કુલ તેર જિના થાય છે, તે જિનાની વિધિપૂર્વક પૂજા કરવાથી મનુષ્ય અનેક પ્રકારની સ ંપદાને પામે છે. જિનેશ્વરાની પૂજા ત્રણ પ્રકારે કહેલી છે—અંગપૂજા ૧, અગ્રપૂજા ૨ અને ભાવપૂજા ૩. તેમાં ચંદન અને પુષ્પાવડે જે પ્રભુની પૂજા કરવી તે અંગપૂજા કહેવાય છે. ૧. પ્રભુની સન્મુખ ફળ નૈવેદ્ય અને ચાખા વિગેરે જે મૂકવા તે બીજી અગ્રપૂજા કહેવાય છે. ૨. અને સ્તુતિ, ગીત, ગાયન વિગેરેથી ભ ાવપૂજા થાય છે. ૩. દ્રવ્યપૂજા આઠ પ્રકારની કહેવાય છે. તે આ પ્રમાણે—ચદન ૧ ધૂપ ૨,