________________
( ૧૭૫ )
દંપતીને પ્રીતિપૂર્વક ઘણું આગ્રહથી નિમંત્રણ કર્યું અને તેમને ભેજન કરાવ્યું, પછી ક્ષીરસમુદ્રના જળની જેવા ઉજ્વળ વા તેમને પહેરાવ્યાં.
તે વખતે તે નગરમાં કઈ કેવળજ્ઞાની મુનિ પધાર્યા, તેને રત્ન શ્રાવક, રત્નદેવી અને લીલાવતી તથા બીજ નગરવાસી જનો આનંદથી વંદના કરવા ગયા. તેઓ વિધિ પ્રમાણે વંદના કરી ગ્ય સ્થાને બેઠા. કેવળીએ તેમને દેશનામાં કહ્યું કે-“મ નુષ્ય જે એક પણ નિયમ યથાર્થ પાળ્યો હોય તો તે મિક્ષના સુખને આપનાર થાય છે. જેમકે લીલાવતી એક યતના ધર્મવડે જ મેક્ષને પામશે.” તે સાંભળીને રત્ન શ્રાવક વિગેરેએ પૂછ્યું કે–“તે લીલાવતી કોણ છે?” ત્યારે જિનેશ્વરે તેની પ્રથમથી પ્રારંભીને સર્વ કથા કહી સંભળાવી કહ્યું કે- “તે લીલાવતી તમારી પાસે જ બેઠી છે. તે અહીંથી સ્વર્ગમાં જઈ ત્યાંનું સુખ ભેગવી મનુષ્ય જન્મ પામી યતના ધર્મથી મોક્ષને પામશે.” આ પ્રમાણે યતનાનું ફળ સાંભળી નગરના પુરૂષ અને સ્ત્રીઓ નિરંતર યતના પાળવામાં અધિક ઉદ્યમી થયા. પછી તે ભાગ્યવતી લીલાવતી ત્યાંથી નીકળી વસંતપુર આવી, અને ચાવજજીવ પર્યત યતનારૂપ ધમેનું આરાધન કર્યું.
વિદ્વાન જનના સમૂહમાં મુગટ સમાન હે ભવ્ય પ્રાણુઓ! ધર્મના બીજા સર્વ વિકલ્પોને ત્યાગ કરી એક યતના પાળવામાં જ નિરંતર ચત્ન કરે. કેમકે યતનાના પ્રભાવથી જ જિનેશ્વરેની આજ્ઞાનું આરાધન કરવામાં લાલસાવાળી અને શુદ્ધ શીળવ્રતને ધારણ કરનારી લીલાવતીને દેવ અને નરભવની ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
આ પ્રમાણે શ્રી તપગચછરૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈહંસગણિએ રચેલી શ્રીઉપદેશ ક૨વલ્લીનામની ટીકાને વિષે બીજી શાખામાં યતના કરવાના વિષય ઉપર લીલાવતી વર્ણન નામને અઢાર પદ્ધવ સમાપ્ત થયા.