________________
'*
1
( ૧૪ ) તેણે ગુરૂની સાક્ષીએ નિયમ ગ્રહણ કર્યો કે- “મારે નિરંતર શુકલ પક્ષમાં ચોથું (બ્રહ્મચર્ય) વ્રત પાળવું. તેવા અવસરે એક રત્નદેવી નામની બાળિકા સાથ્વીની પાસે જૈનશાસ્ત્રને અભ્યાસ કરતી હતી, તે પણ સરરવતીની જેમ તત્વને જાણનારી થઈ. તેથી બાલ્યાવરથામાં જ તેના ચિત્તમાં સંવેગ પ્રાપ્ત થવાથી ધર્મનાં - તત્ત્વને જાણનારી અને કળાના નિધાન રૂપ તેણીએ નિરંતર કૃષ્ણપક્ષમાં બ્રહ્મચર્ય પાળવાને નિયમ અંગીકાર કર્યો. અનુક્રમે તે બન્ને યુવાવસ્થાને પામ્યા ત્યારે પૂર્વ પુણ્યના ભેગે તે બન્નેને જ પરસ્પર વિવાહ થયું. પછી તે બન્નેએ કેટલાક કાળ તે શાસ્ત્રવિદમાં જ નિર્ગમન કર્યો. છેવટે તે બન્નેએ પર
પર પોતપોતાના નિયમની હકીકત જણાવી. એટલે રત્નદેવી બોલી કે–“હે સ્વામી ! હું વ્રત (ચારિત્ર) ને અંગીકાર કરું, અને તમે તે પુરૂષ છે તેથી સ્વરૂપે કરીને લક્ષ્મીને તિરસ્કાર કરનારી અને વણિક કુળમાં ઉત્પન્ન થયેલી બીજી કન્યાનું પાણિગ્રહણ કરે.” તે સાંભળીને અંત:કરણમાં વૈરાગ્યને પામેલો તે બે કે “હે પ્રિયા ! સ્ત્રીને જે પરિગ્રહ કરવો તે સંસારરૂપી વિષવૃક્ષનું બીજ છે. જે હું કેદખાનાની જેવા આ સંસારના બંધનથી અનાયાસે નીકળે છું તે હું હવે જાણતાં છતાં કેમ મારા આત્માને બંધનમાં નાખું ? આ પ્રમાણે નિશ્ચય કરી સંવેગ યુક્ત મનવાળા તે બન્નેએ મેટા ઉત્સવપૂર્વક ગુરૂની પાસે જઈ સર્વથા ચોથું વ્રત અંગીકાર કર્યું. મૂર્તિમાન જાણે પુણ્યના પિંડ જ હોય એવા તે લત્તમ દંપતીની તુલ્ય ત્રીજે કઈ પણ મનુષ્ય આ પૃથ્વી પર જણાતું નથી.”
* આ પ્રમાણે તે મનુષ્યના મુખથી હકીકત સાંભળી લીલાવતી હર્ષ પામી, અને યતનાપૂર્વક ધર્મને કરનાર રત્ન શ્રાવકને ઘેર ગઈ. તેણે આસન આપી તથા કુશળ પ્રશ્ન પૂછી તે સતીનું સન્માન કર્યું. પછી તે સતીએ પિતાના આવવાનું કારણ કહી તે