________________
( ૧૭ )
નથી. તેથી હે મુનીંદ્ર! એવું કઈ દાન બતાવો કે જેથી મારી શુદ્ધિ થાય.” મુનિએ કહ્યું કે-“હે રત્ન સમાન સ્ત્રી ! રત્નપુરમાં જઈ જિનેશ્વરોને વંદના કર, અને ત્યાંના રહેવાસી રત્નદેવીના પતિ રત્ન નામના શ્રાવકને ભક્તિપૂર્વક સત્કાર કર. તેમ કરવાથી હે ભદ્ર! તારે આત્મા નિર્મળ થશે.” તે સાંભળી તત્વને જાણનારી લીલાવતી મુનિને નમસ્કાર કરીને પિતાને ઘેર ગઈ, અને પિતાના પતિને તે વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારે તેણે પિતાની પ્રિયાને શુદ્ધિ કરવા માટે રત્નપુર મેકલી. માર્ગમાં તે લીલાવતી ઠેકાણે ઠેકાણે હર્ષથી જિનેશ્વરેની પ્રતિમાઓને વાંદતી હતી, અને સ્નાત્ર ઉત્સવવડે પોતાના આત્માને પવિત્ર કરતી હતી. વળી પરલેકમાં પિતાના આત્માને પૂજાવવા ઈચ્છતી હોય તેમ શુભ ભાવપૂર્વક ઉત્તમ ચંદન અને પુપિવડે દરેક જિનપ્રતિમાઓને પૂજતી હતી, સદબુદ્ધિવાળી લીલાવતી જાણે મૂતિમાન પિતાની કીર્તિનું આરોપણ કરતી હોય તેમ દરેક જિનચૈત્ય ઉપર ધજા ચડાવતી હતી. ઠેકાણે ઠેકાણે વસ્ત્રના સમૂહનું દાન કરીને તે સંઘને પહેરામણી કરતી હતી, ધનને વ્યય કરીને ધર્મની આવક નિષ્કપટપણે વધારતી હતી, અને ચાલતી દીપિ કાની જેમ તે દરેક સ્થાને અરિહંતના શાસનને ઉઘાત કરતી હતી. આ પ્રમાણે કરવાથી તેનું નામ પૃથ્વીતળ ઉપર સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. આ રીતે ધર્મનાં કાર્યો કરતી તે અનુક્રમે રત્નપુર પહોંચી. ત્યાં જિનપ્રતિમાઓને આદરથી વાદી તેણે કે માણસને રત્ન શ્રાવક અને તેની સ્ત્રી રત્નદેવીના ગુણે પૂછ્યા. ત્યારે તે માણસ બોલ્યો કે “હે ભદ્રે ! તેમના ગુણેનું વર્ણન કરવાને ઇંદ્ર પણ સમર્થ નથી, પણ પવિત્રતાને કરનારૂં માત્ર તેમનું સ્વરૂપ ટૂંકામાં જ હું કહું છું તે તમે સાંભળે–રત્ન શ્રાવક આઠ વર્ષનો બાળક હતા, ત્યારે સાધુની પાસે શાસ્ત્રને અભ્યાસ કરતો હતો, તેથી જૈનધર્મના તત્વને તે જાણનારે થયે, તેથી