________________
સિદ્ધાંતના રાગી હોવાનું જણાય છે, તેથી વિચક્ષણ માણસ પણ ભૂલ ખાય તેવું છે, પરંતુ પાછળના ભાગમાં તે વેદ, ઉપનિષદ, શ્રુતિ, નિગમ, શ્રાદ્ધદેવ ને શ્રાદ્ધદેવી ઇત્યાદિનું સ્વરૂપ બહુ વિશેષ રૂપમાં લખે છે. પૃષ્ટ ૩૩૭ માં લખે છે કે
. નિગમની અરૂચિ રાખીને જે કેવળ આગમના અથનું જ્ઞાન મેળવવું તે સાંશયિક મિથ્યાત્વ છે એમ પૂર્વધરો કહે છે.”
આવી હકીક્ત જૈન સિદ્ધાંતમાં તે કઈ જગ્યાએ આવતી નથી. કર્તએ આવી રીતે નિગમની પુષ્ટિ બહુ કરી છે. પૃષ્ઠ ૩૩ર ઉપર આગ. મનિગમશતક સંબંધી હકીકત છે તે પણ તેવીજ છે. પૃષ્ઠ ૩૩૪ ઉપર નેટમાં અમે લખ્યું છે કે “અહીં મૂળ ગ્રંથમાં આગમ અને નિગમ સંબંધી ઘણી હકીક્ત લખેલી છે, પરંતુ તે અપ્રસિદ્ધ, અગ્ય અને અનુપયેગી હોવાથી મૂકી દેવી યોગ્ય લાગી છે. તેમાં માત્ર નિગમનીજ પુષ્ટિ છે. ”
પૃષ્ટ ર૨૪ થી રર૮ સુધીમાં ભારતચક્રીએ રચેલા વેદમાં ૩૬ ઉપનિષદે હતા, તેનું વર્ણન કર્તાએ લખેલું તેનું ભાષાંતર અમે આપ્યું છે. પરંતુ તે પણ પ્રતીતિ લાયક જણાતું નથી. નેટમાં તેવું સુચવન પણ અમે કર્યું છે.
. કર્તાએ જગ્યાએ જગ્યાએ વેદ, ઉપનિષદ, શ્રુતિ ને નિગમની પુષ્ટિ કર્યાજ કરી છે. તેઓ તે લખે છે કે “વેદ તે ભરત રાજાના કરેલ કાયમ રહેલા છે ને આગમે તે દરેક પ્રભુના ગણધરના બનાવેલા નવા નવા છે.” સંઘના પણ તે છ પ્રકાર જણાવે છે-“સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક ને શ્રાવિકા.” આમાં શ્રાદ્ધદેવ તરીકે તે બ્રાહ્મણને ઓળખાવે છે. પણ જો તેઓ ગૃહસ્થ હોય તે તેને શ્રાવક શ્રાવિકામાં સમાસ થવો જોઈએ; જુદા ગણવાનું શું કારણ? એમાં કાંઈક એમની જુદી માન્યતા હોવાનું સ્પષ્ટ જણાય છે.
પ્રથમ જિનસ્તુતિ રૂપ વીશમા અધિકારમાં તે કાંઈક નિગમની મરતા જણાવે છે, પણ તે એક પ્રકારને છળ હેય એમ જણાય