________________
(૧૨) હત, સવજનોની આશાને પૂર્ણ કરતા હતા, પંડિત જનનું વાંછિત પૂરવામાં કલ્પવૃક્ષ સમાન હતું, અરિહંતના ધર્મને પ્રભાવક હતું. તેના રાજ્યમાં જે હિંસક પ્રાણીઓ હતા તેઓ પણ તેના ભયથી હિંસાને ત્યાગ કરી દયાળુ થયા હતા. વિઘાના માર્ગને સેવન કરનારા તે રાજાની આજ્ઞાને મસ્તક પર ધારણ કરનારા કેટલાક માણસે બાહ્યવૃત્તિથી પણ વિદ્યાભ્યાસમાં તત્પર થયા હતા. શક, બર્ગર, કાંજ, હૂણ અને પાશુપથ વિગેરે દેશો કે જેઓ અનાર્ય છતાં આ રાજાના પ્રતાપથી દબાયેલા હતા તેઓ પણ જીવદયા પાળવામાં રસિક થયા હતા. પૃથ્વી પર આના જે કંઈ પણ રાજા થયે નહોતે કે જેની વેદજ્ઞ પંડિતાએ પણ “આ રાજા સ્વધર્મમાં કુશળ છે ” એમ કહીને પ્રશંસા કરી હતી.
પંડિતે એ સદા કુસંગથી ભય પામ એમ કૃતિમાં કહ્યું છે તે સત્ય છે. કારણ કે સર્વજ્ઞ વિના બીજા સર્વ જનેને કુસંગ ખેદકારક નીવડે છે, માટે તે તજવા ગ્ય છે. સમકિતવતાએ મિથ્યાષ્ટિઓને સંગ કરવો નહીં. કારણ કે ઉત્તમ પુરૂષે પણ તેમના સંગે કરીને સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. પહેલા મિથ્યાદા નામના ગુણરથાનકે રહેલાની સંગતિને જે ત્યાગ કરે તેજ પુણ્યવંતનું મેટું પુણ્ય જાણવું. મિથ્યાષ્ટિના સંગમાં જે લુબ્ધપણું તે સદાચારી મનુષ્યને નરકમાં લઈ જવાનું કારણ છે એમ ચૌદ પર્વધારી મહાત્માઓ કહે છે.
કર્ણાટક નામના દેશને રહેવાશી પ્રમાણુવિમુખ નામના પ્રધાનને વિનેદવિદ નામે પુત્ર હતા, તેની સાથે કુમાર દશામાં રહેલા ઇંદ્રદ્યુમ્ન કૌતુકને માટે મિત્રાઈ કરી હતી, ધર્મ ઉપાર્જન કરવા માટે કરી ન હતી. તેને તેના પિતા સુદર્શન રાજાએ તેના મિત્રની મિત્રાઈ મૂકી દેવા કહ્યું હતું, પરતું તેનું