________________
( ૧૯૩ )
હૃદય કૌતુક જોવામાં લલચાયેલું હતું, તેથી તે તેનાથી નિવૃત્ત થયા. શાસ્ત્રકાર કહે છે કે જો નાકર વિગેરે પણ પહેલા ગુણસ્થાનમાં વર્તતા ( મિથ્યાદષ્ટિ ) હોય તે તેઓ સ્વામીને સ્વધર્મથી ભ્રષ્ટ કરે છે તેથી તત્ત્વને જાણનારાઓએ પોતાની ઉન્નતિને માટે ધર્મનું સ્વરૂપ વિશેષે સમજવું અને · મિત્ર, સ્ત્રી જે કાઈ મિશ્રાદષ્ટિ હાય તેના સંગના ત્યાગ કરવા.’ આવાં સિદ્ધાંતનાં વચને સત્યના નિર્ણય કરવામાં ઉપયોગી છે, તેથી શ્રાવક અંતર્દષ્ટિથી એવા ભૃત્યાને પોતાની પાસે રાખવા નહીં. આવી રીતે કહીને પિતાએ વારંવાર સમજાવ્યા છતાં ઇંદ્રદ્યુમ્ન કુમારે તેની સંગતિના ત્યાગ કર્યો નહીં.
છેવટ સુદર્શન રાજા રાજ્યના ભાર પેાતાના પુત્ર ઈંદ્રદ્યુમ્ન ઉપર સ્થાપન કરી પેાતે પ્રવ્રજ્યા ગ્રહણ કરી સમ્મેતશિખર નામના તીથૅ ગયા. કારણ કે નવા દીક્ષિત થયેલા સાધુએ જો જન્મભૂમિનો ત્યાગ કરે તેજ તેઓ ધર્મ ( ચારિત્રધર્મ ) નું યથાર્થ પાલન કરી શકે છે, અને જન્મભૂમિનું સ્મરણ કરનારા મુનિએ ઘણી વખત ચારિત્ર રહિત થાય છે એમ પૂર્વધરા કહે છે. તેથી સુદર્શન મુનિએ જન્મભૂમિની પાસે રહેલા શત્રુજય તીર્થે પણ ન જતાં સમ્મેતશિખર તીર્થની સેવા કરવા માંડી. સંયમીએ જન્મભૂમિમાં રહેલા તીથાના પણ ત્યાગ કરવા જોઇએ. માયારૂપી પિશાચણીના ગ્રાસથી ભય પામતા,ઉત્તમ ચારિત્ર રસમાં મગ્ન થયેલા તથા મેાહના ત્યાગ કરવામાં ઉત્સુક થયેલા ઉત્તમ મુનિએ જન્મભૂમિના દેશમાં પણ આવતા નથી. મહર્ષિઓએ મેાહના કારણભૂત એવા બંધુઓના સંગમ કરવા નહીં. એમ ગર્વ વિનાના પૂર્વધરો કહે છે, તથા છત્રીશ ગુણુના નિધાનરૂપ આચાર્યો પણ કહે છે. સંસારી મિત્રાની સાથે વાતચીત કરવાથી આત્મવિદ્યાના માર્ગમાં નૃત્ય કરનારા મુનિઓને પણ તત્ત્વજ્ઞા