________________
( ૧૯૪ )
નીએ ચારિત્રવત કહેતા નથી. આ પ્રમાણે જાણીને તે સુદર્શન મુનીશ્વરે વિશેષ પ્રકારના તપયોગે કરીને આનદના સ્થાવરૂપ સમ્મેશિખરની જ આરાધના કરવા માંડી.
અહીં ઇંદ્રદ્યુમ્ન રાજા થયા, એટલે તેણે કર્મના મર્મરૂપી વાયુથી પ્રેરાઇને વ્યવહારમાં નિપુણ જણાતા તે કાટને રાજ્યના મંત્રીપદં ઉપર સ્થાપન કર્યો. તે અંતઃકરણમાં વિદ્યક હતા, તેા પણ બાહ્ય વૃત્તિથી વિદ્યાની અનુભૈાદના કરતા હતા; અને વિદ્યારૂપી અગાધ ખાડામાં રાજાને પાડવા ઇચ્છતા હતા. તેથી તેણે રતિક્રીડામાં કુશળ અને પોતાના દેશમાં ઉત્પન્ન થયેલી એક વિદ્યક કુળની સ્ત્રીને રાજા સાથે પરણાવી. તેણીએ કામદેવને પણ આશ્ચર્યના સ્થાનરૂપ અને સર્વ આશ્ચર્યોનુ સ્મરણ કરાવનાર તે ઉત્તમ રાજાને વશ કર્યો. · અવધક કુળની સ્ત્રીવાળા વિદ્યાવાન રહી શકતા નથી.
:
"
એકદા તે રાણીના દેશમાંથી ફરતા ફરતા જમદગ્નિ નામના વિદ્વાન વાદી ત્યાં આળ્યે, ત્યારે તેણીએ રાજાને કહ્યું કે—“ આ જમદગ્નિ નિગમના જ્ઞાનના પાર પામેલે છે. આ દેશમાં અને બીજા દેશમાં પણ તેના જેવા બીજો કાઈ વિદ્વાન નથી. તે નિગમને જાણનાર, ધર્મના જ્ઞાનવાળા અને ભાવના વંશમાં ઉત્પન્ન થયેલા છે. ” તે સાંભળી રાજાએ મનેારજન વાતા કરવામાં વાચાળ તે અવિદ્યક સૂરિની સાથે હર્ષથી વાતા કરી. તેમાં તે વિદ્વાને નિગમ અને આગમના વાકયેા તથા તેના અને વિપરીત રીતે પ્રરૂપી મૂળ ધર્મનું ઉન્મૂલન કરનારી પોતાની વિદ્યા પ્રગટ કરી. આ રાજાએ પૂર્વ જન્મમાં વેદની અવગણના કરવાથી દુષ્કર્મ ઉપાર્જન કર્યું હતું, તેથી આ વખતે જમદગ્નિનાં વચનાને તે સત્ય માનવા લાગ્યા. પરંતુ
છત્રીશ
૧ આગમની