________________
( ૧૦ )
જાણવી. ૫. તથા રાગથી કે દ્વેષથી પચ્ચખ્ખાણને દૂષિત ન કરવુ તે છઠ્ઠી ભાવ શુદ્ધિ જાણવી. ૬. ૫ પ્રત્યાખ્યાનનું ફળ
પ્રત્યાખ્યાનથી આશ્રવાના રાષ થાય છે, આશ્રવના રાયથી તૃષ્ણાના નાશ થાય છે, તૃષ્ણા રહિતપણાથી ઉપશમ થાય છે, ઉપશમથી ક્રમ ના ક્ષય થાય છે, કર્મના ક્ષયથી સર્વ સુખમય મેાક્ષ પ્રાપ્ત થાય છે. તેથી કરીને હું ભવ્ય પ્રાણીઓ ! પ્રત્યાખ્યાન કરવામાં નિરંતર યત્ન કરો. આ પ્રત્યાખ્યાન રૂપી પાટીયુ જેઓએ ગ્રહણ કર્યું હાય, તેઓ સંસાર સાગરમાં ડુખતા નથી અને સ્વર્ગ તથા મેાક્ષમાં જઈ તે ક્રીડા કરે છે. ૬. પ્રત્યાખ્યાન ઉપર દૃષ્ટાંત.
પ્રત્યાખ્યાન રૂપી વૃક્ષ મનુષ્યાને ઉત્તમ ફળ દેનારૂ થાય છે. જેમ પૂર્વે પ્રત્યાખ્યાન કરવાથી સિરીયક મુનિ સ્વની સંપત્તિ પામ્યા હતા. તે દષ્ટાંત આ પ્રમાણે— સિરીયકની કથા.
આ ભરત ક્ષેત્રમાં પાટલીપુર નામે નગર છે. તેમાં ન્યાયના સ્વરૂપના અવતાર થવાથી જાણે કે નય પાતેજ વિશ્વને રજન કરવામાટે નૃત્ય કરતા હેાય તેવું તે નગર શાલે છે. તેમાં નંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્ય રૂપી સરોવરમાં ક્રીડા કરનાર હુંસની જેવા અને કળાઓના ભંડાર શકડાલ નામના માંગી સર્વ રાજ્યતંત્ર ચલાવતા હતા. તે મ ંત્રીને યક્ષા, યક્ષદિશા, ભૂતા, ભૂતદિશા, સેણા, વેણા, અને રેણા એ નામની સાત કન્યાએ હતી. તેમાં પહેલી પુત્રી એક વાર સાંભળેલુ શાસ્ર
૧ ગયાંતરીમાં ફાસિય ૧, પાલિય ૨, સહિય ૩, તીરિય ૪, ક્રિશ્ચિય ૫ અને આરાહિય ૬ એ પ્રમાણે જુદી રીતે પણ` છ પ્રકારની શુદ્ધિ કહેલી છે, તે સમજવા યોગ્ય છે.
点