________________
પ્રાપ્ત થવાથી લકે ક્ષેભ પામ્યા. તે વખતે ઉનાળામાં સરેવરની જેમ તે જગસિંહ સર્વને સેવવા લાયક થઈ પડે. તેણે વિચાર કર્યો કે –મારી પાસે લક્ષ્મી ઘણું છે અને તે તે ગંગા નદીના તરંગ જેવી ચપળ છે, માટે તેનું ઉત્તમ ફળ હું લઈ લઉં.” એમ વિચારીને સર્વ વસ્તુનું દાન કરનાર તે જગસિંહ હંમેશાં ચડતા હર્ષના ઉત્કર્ષથી કુટુંબ સહિત સાધમિક લેકેના સમૂહને જમાડવા લાગે, પરંતુ તેઓ દરરોજ તેના ભેજનના નિમંત્રણને સ્વીકારતા નહેાતા. કારણ કે આબરૂદાર માણસોને હંમેશાં બીજાને ઘેર ભેજન કરવું તે લજજા ઉત્પન્ન કરનારું છે. એમ થવાથી તાત્વિક બુધ્ધિવાળા જગસિંહે ત્રણસેં ને સાઠ સાધમિકેને વેપાર કરવાના મિષે ધન આપી પિતાની જેવા ધનિક ર્યો. પછી દિવસે આકાશમાં પોતાના તેજથી નિરંતર પ્રસરત સૂર્ય ત્રણસેં ને સાઠ દિવસે વર્ષ પૂર્ણ કરે છે તે જ પ્રમાણે નવા નવા વેષ ધારણ કરનાર નટની જેમ તે જગસિહે તે નવા બનાવેલા ધનિક વણીકેની પાસે એક એક દિવસનું સાધમિક વાત્સલ્ય કરાવી એક વર્ષના ૩૬૦ દિવસ પૂર્ણ કર્યા. જે ઉત્સવમાં સારી ધર્મક્રિયા કરનારા અને જીવાદિક તત્વને જાણનારા સજજનને સત્કાર કરાય છે; તેજ સારી અવસ્થાવાળા ગૃડના ઉત્સવે વખાણવા લાયક છે.
એકદા યુધિષ્ઠિરને ભીમે પૂછયું કે-“હે રાજેદ્ર! એક તપસ્વી છે પણ મૂર્ખ છે અને બીજે વિદ્વાન છે પણ શુદ્રીને પતિ છે(ઘરમાં શુદ્ર સ્ત્રીને રાખેલી છે.) એટલે તે તપસ્વી નથી. આ બન્ને ભિક્ષુકે આપણા દ્વારમાં ઉભા છે, તેમાંથી કોને દાન આપવું?” ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે –“હે ભીમ ! તપ તે સુખે કરીને કરી શકાય છે પરંતુ વિદ્યા મેળવવી અત્યંત દુષ્કર કહેલી છે, માટે હું તે વિદ્વાનની પૂજા કરીશ, તપનું શું પ્રયોજન છે?” ત્યારે અર્જુન બે કે- હે યુધિષ્ઠિર રાજા ! કુતરાના ચામડાની મસકમાં ગંગાજળ ભર્યું હોય અથવા મદિરાના ઘડામાં દુધ ભર્યું હોય તેની જેમ કુપાત્રમાં રહેલી વિદ્યા શા કામની?” એટલે કૃષ્ણ દ્વૈપાયન (વ્યાસ) બેલ્યા કે –“હે અર્જુન! કેવળ વિવાથી કે કેવળ