________________
(૧૪૮)
રા સાધુઓનું વૈયાવૃત્ય કરવાને અભિગ્રહ કરે, તથા હમેશાં સુત્રાર્થના સમરણપૂર્વક એકાગ્ર મન વડે અઢી હજાર નવકાર ગણે, તે તે હે ભગવન ! શું ફળ પામે ?” ભગવાન બોલ્યા કે–“હે મૈતમ ! જે સાધુ જાવાજીવના અભિગ્રહપૂર્વક ચાર વાર વાંચીને અથવા મુખ પાઠે પિતાની શક્તિ પ્રમાણે સ્વાધ્યાય ન કરે, તે તેને જ્ઞાનકુશીલિયે જાણ. અને જે કઈ સાધુ જાવજજીવને અભિગ્રહ કરી હમેશાં અપૂર્વ–નવું જ્ઞાન ભણે, અથવા તેવી શક્તિ ન હોય તે પૂર્વે ભણેલાને ગણે, અથવા તેટલી પણ શક્તિ ન હોય તે અઢી હજાર વાર પંચ મંગળ (નવકાર) નું પરાવર્તન કરે, તે સાધુને આરાધક જાણ. તે સાધુ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરી તીર્થકર અથવા ગણધરની પદવી પામી પ્રાંત ક્ષે જાય છે.”
વળી વિદ્વાનોએ નિરંતર પિતાપિતાને સમયે જ સ્વાધ્યાય કરે તે કલ્યાણકારક છે. કાળવિના શાસ્ત્રનું પરાવર્તન કરવાથી–ગણવાથી તે ઉલટું વિનકારક થાય છે. કોઈ એક સાધુ રાત્રિના પહેલા પહેરે કાલિક કૃતનું પરાવર્તન કરતા હતા. તેને તેમાં પ્રીતિરસ લાગવાથી કાળ વીતી ગયા છતાં તે ગણતા જ રહ્યા. સાધુએ અથવા શ્રાવકે સર્વ ક્રિયામાં કાળનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. ઉલ્લંઘે તે કાળના અતિક્રમને દેષ લાગે છે. કહ્યું છે કે “સાધુ યોગ્ય અવસરે જ ચરીએ જાય અને એગ્ય અવસરેજ પ્રતિક્રમણ કરે, અગ્ય સમયને વર્જીને યોગ્ય સમયે જ તે તે ક્રિયા કરે. રાત્રિની પહેલી પારસીએ સ્વાધ્યાય કરે, બીજી પારસીએ ધ્યાન કરવું, ત્રીજીએ નિદ્રાને ત્યાગ કરે (નિદ્રા લઈ લેવી.) અને ચોથી પિરસીએ સ્વાધ્યાય કરે.” હવે પેલા સાધુ ગ્રંથના સમૂહને ગણતાજ હતાતેને જોઈ કઈ સમ્યદૃષ્ટિ દેવીએ તે સાધુને બંધ કરવાની ઇચ્છાથી વિચાર્યું કે-“આ જૈન સાધુ અકાળે સૂત્ર ગણવામાં તલ્લીન થઈ ગયા છે, તેથી તેને