________________
આગમના શાસોમાંથી જાણું લેવું અને તેમના ઉપદેશ વડે કરીને ' છત્રીશ વાક્ય રૂ૫ શ્રાવકેનું કૃત્ય જાણવું, એટલે કે તાવને જાણનાર શ્રાવકોએ પૂર્વે કહેલા આજ્ઞાદિક ધર્મના આરાધનમાં નિરંતર ગુરૂને ઉપદેશ સાંભળવાપૂર્વક યત્ન કરે એ તાત્પર્ય છે. ( આ પ્રમાણે “ર નિગાળગા” એ સ્વાધ્યાયને અર્થ સં. પૂર્ણ થવાથી તેની ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકા પણ સંપૂર્ણ થઈ. શ્રીરરતુ.
પ્રશસ્તિ, * શ્રીચંદ્રગ૭ રૂપી આકાશમાં સૂર્યસમાન અને ભાગ્ય તથા ભાગ્યવડે જેના સગુણની સમૃદ્ધિ વિલાસ કરે છે એવા સેમસુર નામના શ્રેષ્ઠ ગુરૂ જ્યવંત વર્તે છે, કે જેઓની મુનિએ આદરપૂર્વક
તુતિ કરે છે. તેમની પાટે શ્રી મુનિસુંદર નામનાં સૂરીશ્વર થયો. દેવગુરૂ-બૃહસ્પતિ પણ તેની સમાન નથી. તે ગુરૂએ શાંતિકર (સંતિઃ કરે) સ્તવન રચીને જગતના જનોમાં પરમ શાંતિ ઉત્પન્ન કરી હતી. તેમની પાટે શ્રી જયચંદ્રરાજ નામના ઉત્તમ ગુરૂ થયા. તેમનો પ્રતાપ સૂર્યની જેવો ઉગ્ર હતો, પરંતુ તેઓ ભવ્ય પ્રાણીઓના આત્યંતર તાપને દૂર કરતા હતા, અને તેથી કરીને તપગચ્છને ઉદ્યોત કરવામાં પૂર્ણચંદ્ર જેવા હતા. તેમની પાટે શ્રીરતનશેખર નામના ઉત્તમ ગુરૂ થયા. તે નમસ્કાર કરતા પ્રાણીઓને ધનદાન કરવામાં તત્પર હતા, અને તેમણે શ્રાદ્ધવિધિ વિગેરે અનેક રસિક શાસ્ત્ર રચ્યાં છે. તેમની પાટે શ્રી ઉદયનંદી નામના સૂરિવર થયા. તેને યશસમૂહ અદ્યાપિ અવિચળ છે, અને તે પ્રશમ સંપત્તિનો આનંદ અનુભવવાથી લેકમાં યેગી નામથી પ્રસિદ્ધ થયેલા છે. તેમની પાટે સુરસુંદર નામના શ્રેષ્ઠ ગુરૂ થયા. તે અસાધારણ એવા ગુણેવડે શ્રેષ્ઠ હતા અને ત્રણધરની પદવી રૂપી ઈંદ્રાણુને શોભાવવામાં ઇંદ્ર સમાન હતા. તેમની પાટે શ્રીલમીસાગર નામના ગણધર થયા. તે તેજસમૂહની લહમીવડે સૂર્યની જેમ શોભતા હતા, અને તેમણે આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પદની પ્રતિષ્ઠા કરવાનાં અનેક કાર્યો કર્યા હતાં. તેમની પાટે ગુણ