SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૫ ). તેણે આ પ્રમાણે શિખામણ આપી-(“હે વત્સ! આઠ બાબતેને કદાપિ કરવી નહીં, આઠ કરવી, આઠ મૂકવી, આઠને મનમાં ધારણ કરવી, અને આઠને જરા પણ વિશ્વાસ કરે નહીં. તે આ પ્રમાણે-શઠ માણસને સંગ ૧, ખરાબ સી ૨, કે ૩, વ્યસન ૪, અત્યંત કમળતા ૫, અન્યાયનું ધન ૬, કદાગ્રહ ૭, અને મૂર્ખતા ૮ એ આઠ કરવા લાયક નથી. ઉત્તમ સાથે મૈત્રી ૧, સદ્ગુણોને અભ્યાસ ૨, કળામાં કુશળતા ૩, દાક્ષિણ્ય , કરૂણા (દયા) ૫, યમ ૬, નિયમ અને ઈદ્રિયનું દમન ૮ એ આઠ કરવા લાયક છે. નિર્લજીપણું , અવિનય , કુશળપણું ૩, કરતા ઇ માયા ૫, અન્યાય ૬, અપયશવાળું કાર્ય ૭ અને અસત્ય ૮ એ આઠ નિરંતર તજવા લાયક છે. ઉપચાર (વિનય) ૧, બોલેલા વચનને નિવહ ૨, સુભાષિત ૩, સાહસ (પરાક્રમ) ૪, સારી વિદ્યા ૫, રાગદ્વેષ રહિત સત્યદેવ ૬, સત્ય ગુરૂ ૭ અને સત્ય ધર્મ ૮ એ આઠ નિરંતર હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. કામી પુરૂષ ૧, સર્પ ૨, જળ ૩, અગ્નિ ૪, શ્રી ૫, શત્રુ ૬, રેગ ૭ અને રાજા ૮ આ આઠને હે પુત્ર! રૂમમાં પણ વિશ્વાસ કરે એગ્ય નથી.) હે વત્સ! તારે કદાપિ દુર્જનેને સંગ કરવું નહીં, નિરંતર ધર્મને વિષેજ બુદ્ધિ રાખવી, અને હંમેશાં પંચ નમસ્કારનું ધ્યાન કરવું. આ પ્રમાણે પુત્રને શિક્ષા આપીને રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ૧ આ કાઉંસમાં લખેલે સર્વ પાઠ લખેલી પ્રતમાં છ પ્રાકૃત ભાપાની ગાથાઓ છે તેમાંથી લીધેલ છે. તે માથાઓ હીરાલાલ હસરાજ જામનગરવાળા તરફથી છપાયેલી પ્રતમાં બિલકુલ છે નહીં પરંતુ તેને બદલે એક સંસ્કૃત લોક છે, કે જે લખેલી પ્રતમાં છે જ નહીં. તે અને અર્થ કાઉસ પૂરો થયા પછી લખેલ છે.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy