________________
( ૧૫૬ )
મેટી ઋદ્ધિએ કરીને મનેતુર શ્રીદેવ રાજા પણ પિતાની જ જેમ ન્યાયથી પૃથ્વીનુ પાલન કરવા લાગ્યો. એકદા પિતાના વેરનું સ્મરણ કરી કામરૂપ દેશને જીતવાની ઇચ્છાથી શ્રેષ્ઠ મંત્રીએએ નિષેધ કર્યા છતાં પણ તે રાજા સૈન્ય સહિત ચાલ્યા. બન્ને રાજાનાં સૈન્યા ભરતીમાં આવેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની જેમ પરસ્પર એકઠાં થઇને યુદ્ધ કરવા લાગ્યાં. તે રણુસ ગ્રામમાં શ્રીદેવ રાજાના સુભટો પરાજિત થયા, તેથી પત્થર મારીને ઉડાડેલા પક્ષીઓની જેમ તે ભિન્ન ભિન્ન દિશાઓમાં નાશી ગયા. રાજા પણ જીવ લઇને નાસતા એક મેટા અરણ્યમાં આવી પડ્યા. કાપ પામેલ કર્મ જે કાર્ય કરે છે, તે પડતા ચિંતવી પણ શકતાં નથી. કહ્યું છે કે—પુરૂષાર્થને, કુળને અને ઉત્તમ ગુણેાને ધિક્કાર છે. અર્થાત તે નિર્બળ છે, માત્ર એક દેવ જ બળવાન છે. એમ જાણીને હું મિત્ર ! તું ખેદને છેડી દે. કારણકે મહાપરાક્રમી સિંહ પર્વતની ગુફામાં અને અરણ્યમાં પ્રવાસ કરે છે અને પરાક્રમ રહિત ખિલાડી રાજાના મહેલમાં વસે છે. વળી કહ્યું છે કે “સૂર્ય ચંદ્રને રાહુ ગ્રસે છે, રામચંદ્ર વિગેરેને વનવાસ વેઠવા પડચા, સીતાને પોતાના પતિએ ત્યાગ કર્યો તે દુ:ખ ભાગવવું પડયું, નળ રાજાને પ્રિયા તથા રાજ્યલક્ષ્મીના વિયેાગ થયા, શ્રીકૃષ્ણને આલ્યાવસ્થામાં ગેાપને ઘેર રહેવુ પડયું, અને દ્રોપદીને પાંચ ભર્તાર થયા. આ સર્વ જોઈ (જાણી) ગુણીજનેાએ મનમાં વિચારવું કે કર્મના નાશ કદ પણ થતા નથી.” પછી અરણ્યમાં તૃષાતુર થયેલા શ્રીદેવ રાજાને કાઈ ભિલ્લે જળપાન કરાવ્યુ. જેવી તેવી પણ વસ્તુ અવસરે આપી હોય તે તે ઘણા ફળવાળી થાય છે. ’ અરણ્યમાં ફરતાં રાજાએ એક મુનિને જોઈ તેને હર્ષથી નમસ્કાર કર્યા, અને તેમના મુખથી સંસારસમુદ્રથી તારનાર ધર્મ આ પ્રમાણે સાંભળ્યા—“ જન્મ, જરા અને મરણથી મુક્ત થયેલા જિનેશ્વરાએ આ સંસારના
22
'