________________
(૧૫૭ ) પાર પામવા માટે સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બે માળે જ કહેલા છે.” પછી બે પ્રકારના ધર્મનું વિસ્તારથી સ્વરૂપ સાંભળીને રાજા બે કે- “હે પૂજ્ય ! સુખ સંપત્તિના નિધાન રૂપ સાધુધર્મ પાળવાને તે હું સમર્થ નથી. માટે હે મુનીશ્વર ! સુખેથી થઈ શકે એ ઉત્તમ ધર્મ મને બતાવે કે જેથી હું વિપત્તિ રૂપી સમુદ્રને તરીને મારું રાજ્ય સુખે ભેગવું.” તે સાંભળીને મુનિરાજ નિ:સ્પૃહ છતાં પણ દુ:ખી જનના વત્સલ હોવાથી બેલ્યા કે- “હે ભદ્ર! પંચ પરમેષ્ટીને નમસ્કાર સર્વકાર્યની સિદ્ધિ કરવામાં અદ્વિતીય સાધન છે. કેઈ પુરૂષ સાધુ અથવા જિનપ્રતિમાની સમક્ષ નવ વાર નમસ્કાર મંત્રને યથાસિથત જપ કરે તે તેને ભૂત, પ્રેત, પિશાચ વિગેરે છળી શક્તા નથી. નમસ્કાર મંત્રને એક અક્ષર સાત સાગરેપમની સ્થિતિના અશુભ કર્મોને નાશ કરે છે, તેનું એક પદ પચાસ સાગરોપમના અશુભ કર્મોને નાશ કરે છે, અને આ મંત્ર સાત સાગરેપમના અશુભ કર્મને નાશ કરે છે. જિનેશ્વરે વંદન અને નમસ્કારને અહં–લાયક છે, પૂજા સત્કારને અહી છે, તથા સિદ્ધિગમનને અહે છે, તેથી તેઓ અહંત કહેવાય છે. અર્વતને નમસ્કાર કરવાથી તે જીવને હજારભવથી મુક્ત કરે છે અને ભાવથી નમસ્કાર કર્યો હોય તે તે બેધિ (સમક્તિ)ને પ્રાપ્ત કરાવનાર થાય છે. સિદ્ધના જીવે અલકમાં ધર્માસ્તિકાય નહીં હોવાથી જઈ શક્તા નથી, તેથી લેકના અગ્ર ભાગે (2) રહે છે. તેઓ અહીં શરીરને ત્યાગ કરી ત્યાં જઈને સિદ્ધિ પદને પામે છે. ઈષત્ પ્રાગભાર નામની પૃથ્વીથી (સિદ્ધશિલાથી) લેકાંત એક જન ઉચે છે, અને સર્વાર્થસિદ્ધ વિમાનથી મોક્ષનું સ્થાન બાર એજન ઉચે છે. નિર્મળ જળના કણીયા, રૂપું, હમ, ગાયનું દૂધ અને ખેતીના હાર તેના જેવી ઉજ્વળ અને ચતા કરેલા છત્રના સંસ્થાન વાળી તે સિદ્ધશિલા છે, એમ જિનેશ્વ