________________
( ૧૫૮ ) - રોએ કહ્યું છે. તે ૪૫ લાખ જન લાંબી પહોળી વર્તુલ છે. તેની પરિધિ એક કરોડ બેંતાળીશ લાખ ત્રીસ હજાર બસો ને એગશુપચાસ એજનની છે. તેને બરાબર વચ્ચેને ભાગ આઠ જન જાડે છે, ત્યાંથી પાતળો થતે થતે છેક છેડાને વિષે અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલું પાતળે છે. સિદ્ધના જીવની ઉત્કૃષ્ટ અવગાહના એકજનને ૨૪ ભાગ એટલે ત્રણસેં ને તેત્રીશ ધનુષ તથા એક ધનુષને ત્રીજો ભાગ અધિક હોય છે, સિદ્ધાની મધ્યમ અવગાહના ચાર હાથ અને એક હાથના બે ત્રીજા ભાગ જેટલી એટલે કે હાથની કહેલી છે. ( આ તીર્થકરને આશ્રી જઘન્ય સમજવી.) સિદ્ધિની જઘન્ય અવગાહના એક હાથ અને આઠ અંગુળથી કાંઈક વધારે કહેલી છે. સિદ્ધોને કરેલે નમસ્કાર સર્વ પાપ નાશ કરનાર છે, તે સર્વ મંગળમાં બીજું મંગળ છે. પાંચ પ્રકારના આચારને પાળતા તથા તેને પ્રકાશ કરતા (કહેતા) હેવાથી ઉચ્ચ કોટિના મુનિ આચાર્ય કહેવાય છે. આચાર્યને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે. તે સર્વે મંગળમાં ગીજું મંગળ છે. જિનેશ્વરે કહેલી વાણીને બાર અંગેમાં અણુધરેએ ગુંથેલી છે, તેને રવાધ્યાય કરવાથી તેમજ ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાયને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે. તે સર્વ મંગળમાં ચોથું મંગળ છે. નિર્વાણને સાધનારા એવા મન, વચન અને કાયાના ચેમને સાધુઓ સાધે છે અને સર્વ પ્રાણીઓને સમાનપણે જુએ છે, તેથી તે ભાવસાધુ કહેવાય છે. સાધુઓને કરેલો નમસ્કાર સર્વ પાપો નાશ કરે છે, અને તે સર્વ મંગળમાં પાંચમું મંગળ છે. આ પંચ પરમેષ્ટિને નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે, અને તે સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. આ મહામંત્રને એકાગ્ર ચિત્તથી જે પુરૂષ વિધિપૂર્વક એક લાખ જાપ કરે, તે સર્વ પ્રકારની સંપત્તિ પામે છે.”