________________
(૧૫૯)
આ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી નમસ્કારનું માહાસ્ય સાંભળીને શ્રીદેવ રાજા શઠતા રહિતપણે-સરળ ચિત્તે દુઃખને નાશ કરનાર તે મંત્ર વિધિપૂર્વક ભર્યો. પછી મુનિએ રાજાને કહ્યું કે“હે રાજા ! જે આ જિનેશ્વરનું ચૈત્ય તું જુએ છે, તેને વૃત્તાંત નમસ્કારની આરાધનાના ફળવાળો હોવાથી હું તને કહું છું, તે સાંભળ.–
ધર્મ નામના પહેલા દેવલેકમાં હેમપ્રભ નામે દેવ હતો. તેણે એકદા કઈ કેવળીને નમસ્કાર કરીને પૂછયું કે–“મને બોધિલાભ ( સમકિતની પ્રાપ્તિ ) થશે કે નહીં ? ” કેવળીએ જવાબ આપે કે-“તું અહીંથી ચવીને વાનર થઈશ, તે ભવમાં તને બોધિની પ્રાપ્ત કષ્ટથી થશે.” આ પ્રમાણે સાંભળીને તે દેવે પિતાને પ્રતિબોધ થવા માટે અરણ્યમાં દરેક શિલા ઉપર પોતાને -
સ્વર્ગ અને મોક્ષનું સુખ આપવામાં સાક્ષીભૂત અડસઠ અક્ષરબળાં નવકારમંગનાં પદ કોતર્યો. પછી દેવનું આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચવીને તે વાનર થયો. “સંસારરૂપી રંગમંડપમાં રહેલે જીવરૂપી નટ ક્યા ક્યા રૂપને નથી ગ્રહણ કરતે? સર્વ રૂપને ગ્રહણ કરે છે. પછી તે વાનર નવકારનાં પદે જોઈ જોઈને તત્કાળ જાતિ
સ્મરણ જ્ઞાનને પાયે, તેથી વૈરાગ્ય સાથે સમતિ પામી તેણે તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી મરીને ફરીથી તે જ સૌધર્મ દેવલોકમાં તે ઉત્પન્ન થયે. “સમુદ્રનું રત્ન કઈ વખત પર્વતની નદીમાં તણાતું તણાતું પાછું સમુદ્રમાં પણ જઈ શકે છે. તે દેવે નિર્મળ અંત:કરણથી આ કેલાશ પર્વતના જેવું ઉજવળ અને મોટું શ્રી શાંતિનાથ જિનેશ્વરનું ચૈત્ય કરાવ્યું છે, માટે તેમાં જઈને તું મહામંત્રનો જપ કરવાથી વાંછિત વસ્તુને પામીશ.”
આ પ્રમાણે ગુરૂના મુખેથી સાંભળી શ્રીદેવ રાજા તે ચૈત્યમાં જઈ વિધિપૂર્વક પંચ નમસ્કારને એક લાખ જાપ કરવા લાગે. તે વખતે પાસે રહેલા ક્ષેત્રપાળ વિગેરે દેવોએ તેને અનેક પ્રકા