________________
ગુણોને સ્પર્શ કરતી અને અમૃતને જેવી મધુર વાણી વડે બોલ્યા કે–“જિનેશ્વરના દર્શન કરવાથી અને મુનિઓને વંદન કરવાથી મનુષ્યના પાપનો અંત-નાશ થાય છે, અને મનવાંછિત સંપદા પ્રાપ્ત થાય છે. વીતરાગ, તેનું વચન, વ્રત, ગુરૂને વંદન અને વિમલાદ્રિ શત્રુંજય પર્વત)એ પાંચ વકાર મોક્ષના હેતુ છે ગીવણ (દેવ) દર્શન, ગર્વને ત્યાગ, અરિહંતનું ગીત, શ્રેષ્ઠ ગુરૂ અને ગુણ ઉપર પ્રીતિ એમાં ચગકાર પામવા દુલભ છે” આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી કૃષ્ણ કહ્યું કે હે પ્રભુ! મને આજ્ઞા આપો, હું સવ મુનિઓને વાંદુ:”ભગવાન બેયા કે “તમારી ઈચ્છા પ્રમાણે કરો.” ત્યારે કૃષ્ણ વાસુદેવ હર્ષથી અઢાર હજાર મુનિઓને કમસર વાંદવા લાગ્યા. તે વખતે સાથે રહીને વાંદનાર બીજા લેકે તથા વિવેકી રાજલકે તેવા પ્રકારનું શારીરિક બળ નહીં હોવાથી વાંદતા વાંદતા વચ્ચેથી જ થાકીને અટકી ગયા. જેમ વરસાદ વરસતો હોય ત્યારે તેને જળના પ્રવાસે છેડા છેડા ચાલીને પૃધી ઉપર જ રહી જાય છે, સમુદ્ર સુધી પડેચતાં નથી, તેમ તેઓ ઠેઠ સુધી પોંગ્યા નહીં. પરંતુ જેમ નિરંતર વડે ગંગાનો પ્રવાહ સમુદ્રને મળે છે, તેમ એક વીર નામને વાસુદેવને સેવક ૧૮૦૦૦ મુનિઓને વાંદવામાં કૃષ્ણની સાથે છેવટ સુધી રહ્યો. સર્વ સાધુઓને વંદના કરી રહ્યા પછી કૃષ્ણ પ્રભુને પૂછયું કે-“હે સ્વામી! મેં પૂર્વે ત્રણસો ને સાઠ યુધ્ધ કર્યા છે, તેમાં હું જરા પણ થાક્યો નહોતે, પણ આજે આ વાંદણાં દેવામાં થાકી ગયો. તેનું શું કારણ? જિનેશ્વરે જવાબ આપ્યો કે “હે કૃષ્ણ! પૂર્વે યુધ્ધ કરવા વડે તમે અશુભ કર્મ ઉપાર્જન કર્યું હતું, અને અત્યારે આ વંદના કરવાથી તે તમને અપૂર્વ લાભ થયો છે તે સાંભળ- કૃષ્ણ તમે વંદના કરવાથી ક્ષાયિક સમકિત ને તીર્થકર નામકર્મ મેળવ્યું છે અને સાતમી નરક પૃથ્વીના આયુષ્યને બદલે ત્રીજી નરક પૃથ્વીનું આયુષ્ય બાંધ્યું છે.” તે વિષે શ્રી આવશ્યક સૂરમાં કહ્યું છે કે “દશાહને વિષે સિંહ સમાન શ્રીકૃષ્ણ દ્વાદશાવર્ત વંદન વડે (૧૮૦૦૦ મુનિને) વંદન કરવાથી તીર્થકર નામકર્મ, ક્ષાયિક સમકિત અને સાતમી બદલ ગોજી નરક ખુશીનું આયુષ્ય બાંધ્યું ” ત્યાર પછી કૃષ્ણ પૂ