________________
(૧૬)
૨ કર્યો.” તે સાંભળી શ્રેષ્ઠી વિસ્મય પામ્યો. પછી પિતે જાતે ઉઠીને તે પિટલી જોઈ, તે તેમાં સર્વ રત્ન જોયાં. “અહો ! પાત્ર દાનનું ફળ કેવું અદ્ભુત છે?” એમ કહીને તેણે માર્ગને અને સાસરાને સર્વ વૃત્તાંત પ્રિયાને કહ્યા. તેવામાં એક દેવીએ પ્રત્યક્ષ થઈને તે રત્નો થવાનું રહસ્ય કહી બતાવ્યું. તે સાંભળી બુદ્ધિમાન શ્રેષ્ઠી આશ્ચર્ય પામે, અને તે રત્નોથી પૃથ્વી પર તે અત્યંત પ્રસિદ્ધ થયું. છેવટ મરણ પામીને તે સ્વર્ગે ગયે. કહ્યું છે કે– “ શીળ વિગેરે ધર્મો પણ સત્પાત્રદાનની પાસે જ આવે છે. કેમકે મહારાજાનું આમંત્રણ કરવાથી માંડલિક રાજાઓ તેની સાથે આવીજ જાય છે.” વળી કહ્યું છે કે--“ચંદ્રના કિરણો જેવા ઉજવળ હે શીળ! સંસાર રૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન હે તપ ! અને હે શુદ્ધ ભાવના! તમારા પ્રસાદથી એકજ જીવને મેક્ષ થાય છે, પરંતુ દાનથી તે દાતાર અને ગ્રહણ કરનાર બન્નેને મોક્ષ થાય છે.” - આ પ્રમાણે જે વિવેકી મનુષ્ય સર્વદા દાનધર્મમાં પોતાના ધનને વ્યય કરે છે તેઓ જિનદત્ત શ્રેષ્ઠીની જેમ આ ભવ અને પરભવમાં પણ લક્ષ્મીને પામે છે.
- આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલી નામની ટીકાને વિષે બીજી શાખામાં દાનધર્મના વર્ણન રૂપ અગ્યારમે પલ્લવ સમા પ્ત થયે.
પલ્લવ ૧૨ મે. ઉદયાચળ પર્વતના મસ્તક ઉપર રહેલા મુગટની જેવા અને દિવસના પ્રારંભમાં ઉગેલા સૂર્યની કાંતિ જેવા રક્ત વર્ણવાળા હેવાથી જાણે મુક્તિ રૂપી સ્ત્રીને વરવાને મૂર્તિમાન અનુરાગ