________________
( ૧ ) ક્રિયામાં તત્પર, સર્વ મુનિઓનું ગૈારવ કરનાર, બે વખત પ્રતિક મણ કરનાર, અન્ય મનુષ્યની આપત્તિને હરતાર, પુણ્યના ખજાનાને ભરનાર, પિતાના આત્માને સંસાર સાગરમાંથી ઉદ્ધારનાર, સજજને ઉપર ઉપકાર કરનાર, દુર્જનેને તિરસ્કાર કરનાર, તથા નિષ્કપટ મનવાળો આ મંત્રી જગતમાં શોભે છે. “આજ છે અને કાલે નથી” એવા ચલિત અધિકારને પામીને જેણે શત્રુને અપકાર કર્યો નથી, મિત્રને ઉપકાર ક્ય નથી, અને બંધુઓને સત્કાર કર્યો નથી, તેણે શું કાર્ય કર્યું? કાંઈજ નહીં.
ગુણ વડે લેકને પ્રસન્ન કરનાર, સુવર્ણના ભૂષણેની શ્રેણિવડે ભૂષિત અને અમૃત જેવાં વચન બેલનાર તે મંત્રી રૂપી ચંદ્ર ઉપર એકદા વાણીના મીષથી સુરત્રાણના મનમાં તેના અધિકાર વિષેને કાંઈક દેષ ભા, તેથી રેષના પિષણથી રક્ત નેત્રવાળા બાદશાહે તેને દ્રઢ બેડીવડે બાંધી નરક જેવા કેદખાનામાં નાંખે. કહ્યું છે કે – “કેદખાનામાં શરીર પર મારેલા ચાબકના પ્રહારવડે શરીર લેહીથી વ્યાપ્ત થાય છે, દ્રઢ એડીઓના બંધનથી બંધાવું પડે છે, અને ભેજન ન મળવાથી લંધન કરવું પડે છે. એમ જાણીને હે પ્રાણુ! તું તત્કાળ અકાર્યથી વિરામ પામ. અને રાજાને કઈ પણ પ્રકારને અધિકાર સ્વીકાર ન કર. આ પ્રમાણે શ્યામ મુખવાળી લેખણ કાનની પાસે રહીને પિકાર કરે છે.” કેદખાનામાં રહ્યા છતાં પણ તે મંત્રી પિતાના નિયમમાં દ્રઢજ રહે. લાંઘણ થતી હતી છતાં પણ તે હંમેશાં બે ટંક પ્રતિક્રમણ કરતા હતા. તે હંમેશાં આરક્ષકને બે ટંક સુવર્ણ આપતે હતા, તેથી તેઓ તેને પ્રતિક્રમણને સમયે બંધનથી છુટ કરતા હતા. કહ્યું છે કે – “દાનથી મિત્રે અત્યંત મિસાઈવાળા થાય છે અને દાનથી શત્રુઓ પણ મિત્ર સમાન થાય છે.” અહે ! દુસાધ્ય કાર્યને સાધવામાં દાન એજ વિત્તમ કારણ છે.”આ પ્રમાણે