________________
(૮૨ )
ધર્મક્રિયામાં અત્યં ત રૂચિવાળા તેણે પ્રતિક્રમણને માટે એક માસમાં સાઠે ટંક સુવર્ણનું દાન કર્યું. તેવામાં રાજાએ જાણ્યું કેમગી કારાગૃહમાં પણ ધર્મક્રિયા કરે છે. તેથી તેના પર પ્રસન્ન થઈ તેને બંધનથી મુક્ત કરાવી પેાશાક આપી તેનું સન્માન કર્યું. કત્તા કહે છે કે જેનાથી ઈષ્ટ માણસ પણ ક્ષણ માત્રમાં રાષ પામે છે, તેષ પામે છે અને દોષ પામે છે, તેવા અચિંત્ય શક્તિવાળા કર્મને નમસ્કાર હો. ”
.
અહીં અગ્નિના સંબંધથી સુવર્ણ જેમ અત્યંત દૈદિપ્યમાન થાય છે, તેમ તે મ ંત્રી માદશાહે આપેલા કષ્ટથી અત્યંત પ્રભાવવાળા થયા. જેમ સુવર્ણ ઘસવાથી અધિક સુંદર વર્ણવાળુ થાય છે, તેમ મત્રી વધારે તેજસ્વી અને યશસ્વી થયા. પછી રાજાએ રજા આપી એટલે તેના ગુણેાનુ જાણે કીર્તન કરતા હાય એવા વાજિત્રાના નાદપૂર્વક તે મંત્રી મહા આડ ંબરથી પેાતાને ઘેર ગયા. કષ્ટમાં પણ પ્રતિક્રમણ વિગેરે સમગ્ર પુણ્યક્રિયા કરનાર તે મત્રીને જોઇને બીજા અનેક ભવ્ય જીવા પુણ્યક્રિયામાં આદરવાળા થયા. વિવેકી જનોએ પ્રતિક્રમણુરૂપી કલ્પવૃક્ષ સેવવા ચેાગ્ય છે, કેમકે તેથી બુધ્ધિમાન મનુષ્ય મેાક્ષરૂપી ફળને આપનાર જ્ઞાન અને ક્રિયા બંનેને સાધે છે.’
-
મંત્રી ઉપર રાજાની કૃપા થયેલી જોઈ ને કારાગૃહના અધિકારી ભય પામી લીધેલું દ્રવ્ય પાછું આપવા માટે મત્રીને ઘેર ગયા, અને તે ખેલ્યા કે —“ હું મંત્રી શિરામણું ! આ તમારા સુવર્ણ તક ગ્રહણ કરો, મારા પર પ્રસન્ન થાઓ, તમે રાજાના પ્રસાદ પામેલા છે, માટે હું તમને આ ભેટ કરૂ છું. ” તે સાંભળી મંત્રીશ્વર ખેલ્યા કે “ તારે મારાથી જરાપણ ભય રાખવા નહીં. તે વખતે ધર્મક્રિયા કરવાથી મારે તે સમય સફળ થયે છે. મનુષ્યના આયુષ્યના એક ક્ષણ કાટી રત્નાવર્ડ પણ દુર્લભ