________________
( ૮૩ )
છે, તે ક્ષણ મેં પ્રતિક્રમણ કરવાવડે પવિત્ર કર્યો છે.” એમ કહી મંત્રીએ ઉલટા બીજા સ્વર્ણ ટંક આપીને તેને સત્કાર કર્યો. અહો ! મંત્રીની ધર્મનિષ્ઠતા અને દાન ગુણ કેવા આશ્ચર્યકારક છે?
આ પ્રમાણે શ્રી જગસિંહને પુત્ર મહણસિંહ નામને બુદ્ધિમામ્ મંત્રીશ્વર નિરંતર પ્રતિક્રમણ કરવાથી સમગ્ર કલ્યાણની લક્ષ્મીના સ્થાનરૂપ રાજાના પ્રસાદને પામ્યો હતો, એમ જાણીને હે ભવ્ય જી ! તમારે સમગ્ર પાપસમૂહનો નાશ કરવામાં સમર્થ એવું પ્રતિક્રમણ હંમેશાં પ્રફુલ્લિત મનથી કરવું.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈંદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશ ક૫વલ્લી નામની ટીકાને વિષે પ્રથમ શાખામાં પ્રતિક્રમણના વિષય ઉપર શ્રાવક શ્રીમહણસિંહના વર્ણન રૂ૫ સાતમે પલ્લવ સમાપ્ત થયું. ૭
૫૯લવ ૮, ચંદ્રની જેવી મનહર કાંતિવાળા, સંસાર રૂપી સમુદ્રના ઉછળતા વિવિધ દુઃખરૂપી તરંગેને જેણે નાશ કર્યો છે એવા અને જેમના ચરણકમળ ચંદ્રની લક્ષ્મીને કીડા કરવાનું સ્થાન છે એવા શ્રીમાન ચંદ્રપ્રભ નામના જિનેશ્વર જય પામે, કે જેમના દેદિપ્યમાન નિર્મળ ગુણશ્રેણી રૂપી નક્ષત્રની સંખ્યાને અમે જાણી શકતા નથી.
પ્રતિક્રમણની પછી કાર્યોત્સર્ગ નામનું આઠમું દ્વાર કહે છે. જેમણે તત્ત્વ જાણવામાં જ અંત:કરણને સ્થાપન કર્યું છે એવા હે ભવ્યજને ! તમે કાયોત્સર્ગ કરવામાં યત્ન કરે. ” કાર્યોત્સર્ગ શબ્દને શું અર્થ છે ? તેની કેટલી પ્રકૃતિઓ (ભેદ) છે ? તેમાં કેટલા દોષે લાગે છે ૩? તે કરવાથી શું ફળ છે ?