________________
થાય છે, પરંતુ પ્રભાવનાથી પિતાને અને પરને બનેને લાભ થાય છે. માટે પ્ર અક્ષર વધવાથી ભાવના કતાં પ્રભાવના વધારે શ્રેષ્ઠ છે એમ હું માનું છું, જેમ વિમળે આબુજી ઉપર ચૈત્ય કરાવી પ્રભાવના કરી હતી, તેમ મનુષ્યએ તીર્થની પ્રભાવના કરી અગમ્ય યુથ ઉપાજન કરવું. આબુજી જેવું તીર્થ ભાગ્યના ચેગથી જ માત થાય છે.
શું દક્ષિણાવર્ત શંખ પુણ્ય રહિત પુરૂષના હાથમાં આવે?” વિમળ નામના દંડનાયકે પિતાને આત્મા નિર્મળ કરવા માટે તીર્થરાજ ! અબુંદ ગિરિ ઉપર હર્ષથી ચૈત્ય કરાવ્યું તેની કથા નીચે પ્રમાણે * મારવાહ નામને દેશ કલ્પવૃક્ષની જેમ મનુષ્યને શુભ ફળી. આપનારો છે. તે સર્વ દેશામાં ઉત્તમ તથા સર્વ સંપત્તિનું નિધાન છે. ધન. જન્માદિક સંપૂર્ણ અને જિનમંદિર વડે શભિત મટે છે
એ કઈ પણ દેશ ઉત્તમ નથી એમ પડિતે માને છે. જેમ સર્વ નદીઓનું સ્થાન સમુદ્ર છે તેમ સર્વ લક્ષ્મીનું સ્થાન. અને ચાર નામને ધારણ કરનારૂં નગર તે દેશને શોભાવે છે. તે નગરમાં ચિત્ર વિચિત્ર કાંતિ, શ્રી, ધૃતિ અને કીતિ વિગેરે દેવીઓ નિવાસને માટે રહેલી છે તેથી તે નગર મહાસ્થાન નામે કહેવાય છે. તેમાં મહાજનની સ્થિતિ છે, મોટા સુખની સંતતિ છે, તેથી તે મહાસ્થાના કહેવાય છે. જેમ નટ વિશ્વના વિનોદને માટે જુદા જુદા નામને ધારણ કરનાર થાય છે તેમ તે નગર ચારે યુગમાં પિતાનું નામ બદલાવે છે. તે નગરના ઉદ્યાનમાં રહેલી પુપની અખંડ સમૃદ્ધિના સમૂહને જોઈ ગગન માર્ગમાં જતી લહમીદેવી ત્યાં આવીને રહી.
ત્યાં રહેલા વનમાળીએ તે લક્ષ્મીદેવીને બે મુખને ધારણ કરનાર ન પુને ગુછ ભેટ તરીકે આવે. તેની કુશળતા જોઈને અત્યંત પ્રસન્ન થયેલી લક્ષ્મીએ તે વનમાળીને માટે ઉત્તમ નગર સ્થાપન
કરી આપ્યું. ચારે યુગમાં અનુક્રમે તે નગરનું શ્રીમાલ ૧, રત્નકલર, પુષ્પમાળા ૩ અને ભિનમાળ૪ એવું નામ બદલાય
છે, તેમાં આ ચારે નામ જગતમાં તેની પ્રતિષ્ઠા વધારનારાં છે. ! તે નગરનું સૌંદર્ય ત્રણ જગતમાં અક્ષય છે. આ ચારે નામે આ પ્રમાણે