________________
(૪૫)
આ પ્રમાણે મુકિત માર્ગને દેખાડના વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત સાં ભળીને હે ભવ્ય જનો ! હમેશાં આદર પૂર્વક સામાયિક વ્રત અંગીકાર કરે.
આ પ્રમાણે શ્રીત પગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રીંસ ગણિએ રચેલી મી ઉપદેશ ક૯૫વલ્લી નામની ટીકાને વિષે પહેલી શાખામાં સામાયિકના વિષય ઉપર સ્થવિરા સ્ત્રીનું દષ્ટાંત આપીને સામાયિક કરવા રૂપ ચોથે પલ્લવ સમાપ્ત કર્યો.
પલ્લવ પ.
સમગ્ર કળાને જાણનાર, જ્ઞાનાદિક સમગ્ર લક્ષ્મીવાળા અને કામદેવથી ત્યાગ કરાયેલા શ્રી સુમતિ સ્વામી અને મને હર અને દુર્લભ સુમતિ-સદબુદ્ધિ આપો.
હવે ચતુર્વિશતિ સ્તવ નામનું પાંચમું દ્વાર વર્ણવે છે – જિનેશ્વરના શાસનની પ્રભાવના કરવામાં પ્રવીણતાને પામેલા છે ભવ્ય પ્રાણીઓ! તમે ચતુર્વિશતિજિનેશ્વરની સ્તુતિ કરવામાં ઉઘમત થાઓ. તે આ પ્રમાણે શ્રી ઋષભદેવ ૧ શ્રી અજિતસ્વામી ૨, શ્રી સંભવનાથ સ્વામી ૩, શ્રી અભિનંદન સ્વામી ૪. શ્રીસુમતિ સ્વામી ૫, સુસીમાદેવીના પુત્ર શ્રી પદ્મપ્રભુ સ્વામી ૬, શ્રી સુપાવૈ , લક્ષમણ દેવીના પુત્ર શ્રી ચંદ્રપ્રભ ૮, શ્રીસુવિધિ ૯, શ્રીશીતળ ૧૦. શ્રી શ્રેયાંસ ૧૧, શ્રીવાસુપૂજ્ય ૧૨, શ્રીવિમલ ૧૩, શ્રી અનંત ૧૪, શ્રીધર્મનાથ ૧૫, શ્રી શાંતિનાથ ૧૬, શ્રી કુંથુનાથ ૧૭, શ્રીઅરનાથ ૧૮, શ્રીમલ્લીનાથ ૧૯,શ્રીસુવ્રતસ્વામી ૨૦ શ્રી નમિનાથ ૨૧,શ્રીનેમિનાથ ૨૨, શ્રી પાર્શ્વનાથ ૨૩ અને શ્રી મહાવીર સ્વામી ૨૪ આ ચાવીશ તીર્થંકરને હું વાંદું છું. આ પ્રમાણે સમકિતની શુધ્ધિ માટે ચિત્યવંદન પૂર્વક ચતુર્વિશતિ સ્તવ વડે નિરંતર તીર્થકરેની સ્તુતિ કરવી. કહ્યું છે કે