________________
ઉઠ સિદ્ઘ મત ચિત કર, ચિંતીયું કિંપિ મ હેઈ, હું સામાઈય રાજ, તું કરી કમ્યવસેણુ. “હે શ્રેષ્ઠી ! ઉઠ ચિંતા ન કર. ચિંતવ્યું કાંઇ પણ થતું નથી. હું સામાયિક કરવાથી રાજપુત્રી થઈ છું, અને તું દાનેશ્વરી છતાં કર્મના વણથી હાથી થયો છે. ” આ પ્રમાણે તેણુનું વચન સાંભળી તરત જ હાથી ઉભો થયે. તે સમયે કે કરેલા કર્મનું ફળ મળે તેમાં આગ્રહ શ કરવો? તે જોઈ રાજાએ કહ્યું કે “હે પુત્રી ! આ તારું ચરિત્ર અને આશ્ચર્ય પમાડે છે. તે શું કર્યું? આ હાથીને તેં શી રીતે ઉઠાડ્યો ? ત્યારે તે બેલી કે “હે રાજન સાંભળે, તમારી જ નગરીનોં રહીશ અમુક શ્રેષ્ઠી કરીને આ હાથી થયે છે, અને હું તેને પાડોશમાં રહેનારી વૃદ્ધા મરીને તમારી પુત્રી થઈ છું. ” તે સાંભળી રાજાએ પૂછ્યું કે-“ તમે બંનેએ શું કર્યું હતું કે જેથી તમને આવું ફળ પ્રાપ્ત થયું ?” ત્યારે તે બોલી કે –“અમારૂં પુણ્ય આ પ્રમાણે હતું –
એક શ્રેષ્ઠી) હમેશાં લક્ષ સુવર્ણનું દાન કરતા હતા, અને બીજી (૯) સામાયિક કરતી હતી તો પણ તે મારા પુણ્યને પહોંચી શકશે નહીં.
અહીં ભોગ ભેગવતાં છતાં તને જ કે પરવશપણું તે અવશ્ય છે જ પણ તેથી તું શા માટે મનમાં દુઃખ માને છે? કારણકે વિવેક વિનાદાન દીધાનું આવું જ ફળ હોય છે.” આ પ્રમાણે મેં પ્રતિબંધ પમાડ્યો એટલે આ હાથી ઉભે થયો છે, વળી હે રાજન! સામાયિક કરવાથી હું આ તમારા મંદીરને પામી છું અને મને તમારી પાસેથી આ સુવર્ણના અલંકારની અને દિવ્ય ભેગની સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ છે, તે વિવેક સહિત ધર્મક્રિયા કરવાનું ફળ છે.” આ પ્રમાણે રાજપુવીનાં વચન સાંભળી રાજા વિગેરે સર્વ કે ધર્મને વિષે પ્રીતિવાળા થયા, અને સામાયિક વ્રત કરવામાં દઢ બંધનવાળા થયા,