________________
( ૧૨૯ )
હાય. તે સિવાયની બીજી માતાએ તેા નામનીજ માતા છે. પછી સીતાએ વનવાસ જતાં કૈકેયીને પ્રણામ કર્યા; તે વખતે તેણે તેને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા—“ હે વત્સે ! તુ અવિધવા થા, પુત્રવાળી થા, પતિને હિતકારક થા, પતિને વહાલી થા, અતિ તીવ્ર સતીવ્રતને ધારણ કરનારી થા અને નિર ંતર પતિના ધર્મકાર્યમાં સહાયકારક થા.” સીતાની શેાધ કરવા લંકામાં ગયેલા હનુમાને સીતાની સન્મુખ જઇ તેને રામના નામની મુદ્રિકા (વીંટી) આપી. તે વખતે તે સતીએ તેને (વીંટીને) પૂછ્યુ કે—“હે મુદ્રિકા ! લક્ષ્મણુ સહિત શ્રીરામચંદ્ર કુશળ છે ? ” ત્યારે હનુમાને કહ્યું કે—હે સ્વામિની ! તે કુશળ છે. તેની ચિંતાએ કરીને તમે તમારૂં ચિત્ત દુ:ખી ન કરો. હે દેવી ! મિથિલા નગરીના રાજાની પુત્રી ! આ મુદ્રિકાને હમણાં તમે બીજા નામથી એલાવેા. ( એટલે કે મુદ્રિકાના નામે ન લાવા ) કારણ કે તમારા વિરહે રામની પાસે આ મુદ્રિકાને કંકણનુ સ્થાન મળ્યું છે, ૧
શળ નકરૂપી નગરના દરવાજાના એ બારણાં જેવું છે, અર્થાત્ નરકગમનને શકનાર છે, શીળ ઉત્તમ દ્રવ્ય છે, અને શીળ સાભાગ્યનું કારણ છે. સુભદ્રા, સુન દા અને અંજનાસુંદરી વિગેરે નારીઓ તથા સુદર્શન વિગેરે પુરુષા શીળથીજ શોભતા હતા જિનમતની પ્રભાવના કરનારા ઘણા મનુષ્યા શાસ્ત્રમાં સંભળાય છે: તેમાંથી એક સુભદ્રાની કથા સક્ષેપથી અહીં કહીએ છીએ.
૧ એટલે કે તમાંરા વિરહથી રામનું શરીર એટલું. મધુ ફૅશ થઇ ગયું છે કે, જેથી આ મુદ્રિકા કેંણુની જેમ હાથમાં પહેરાય તેવુ' છે, માટે તેને મુદ્રિકાને નામે નહીં લાવતાં કહ્યુના નામથી લાવે. એ હનુમાનના વચનનુ રહસ્ય છે.