________________
(૧૨૮)
પર્વતેમાં મેરૂ શોભે છે અને સર્વ દેવમાં ઇંદ્ર શોભે છે તેમ સર્વ વ્રતમાં શીળત્રત શોભે છે.”
હે ભવ્ય પ્રાણીઓ ! રામ અને સીતાની આગળ કહ્યા પ્રમાણેની ઉક્તિ તથા પ્રયુક્તિને હૃદયમાં સ્થાપન કરી તમે શીળવ્રત પાલન કરવામાં આદરવાળા થાઓ. લેકના અપવાદથી ભય પામેલી સીતાએ પિતાનું શરીર અગ્નિમાં આહુતિ રૂપ કર્યું ત્યારે અગ્નિ જળની જે શીતળ થઈ ગયે, તે શીળાજ મહિમા બતાવે છે. તે વખતે સીતા બેલી હતી કે- “ હે અગ્નિ ! પુણ્યરૂપી અમૃત વડે પૂર્ણ થયેલા મારા મન, વચન અને કાયાને વિષે જે રામચંદ્ર વિના બીજા કેઈ પણ પુરૂષને પ્રવેશ થયે હેય તે આ મારા શરીરને તું બાળી નાંખજે.કારણ કે જગતમાં કરાતા કૃત્ય અને અકૃત્યને સાક્ષી તું જ છે. હે શ્રી રામદેવ! પવિત્ર ગુણોના સમૂહથી ભરેલા તમારા હૃદયમાં જે કે હું રહેલી નથી, પરંતુ હે પ્રભુ! વિગ રૂપી દાવાનળથી બળતા મારા ચિત્તમાં તે તમે વસ્યા છે, તેથી જ તમે કૃતજ્ઞ છે. હે પૃથ્વી પર અદ્વિતીય વીર ! “મેં કારણ વિના આ સીતાની અવગણના કેમ કરી ?” એમ ધારીને તમે ખેદ પામશે નહીં કારણ કે મારા કાંઈક (અશુભ) દૈવે--કર્મજ મને અગ્નિમાં નાંખી છે. પણ હદયમાં રહેલા તમે તે મને તે અગ્નિથી તારી છે. (બચાવી છે.) *
રામને વનવાસ મેક્લવાનું ઠરાવ્યા પછી કૈકેયી મનમાં કેદ કરતી હતી, તેને રામે વનવાસ જતાં જતાં કહ્યું કે –“હે માતા! તમે મારા પિતાને સત્યવાદી જનોમાં અગ્રેસર બનાવ્યા છે, મને સત્પન્ન કર્યો છે, લક્ષ્મણની કાકુથના વંશને ઉચિત ગુરૂજનની સેવા પ્રગટ કરી છે, સીતા પતિપરાયણ-પતિવ્રતા છે એ પ્રગટ કર્યું છે, તથા મારી પિતાને વિષે ભક્તિ પણ પ્રગટ કરી છે. ખરેખર માતા તે તેજ કહેવાય કે જે કીર્તિને ઉત્પન્ન કરનારી