________________
પાંચ મહાભૂતનું કાર્ય પણ નથી, કેમકે મરણપ પૃથ્વીરાદિકથી તે અત્યંત વિલક્ષણ છે, તેથી તે તેનું કાર્ય હેઈ શકે નહીં, કારણુ કે ભૂત પ્રત્યક્ષપણે કઠતાવાળા દેખાય છે, અને ચેતના તેનાથી વિલક્ષણ છે, તેથી તેનું કાર્યકારણુપણું થઈ શકતું નથી, અને તેથી કરીને ચે. તના એ ભૂતને ધમ કે ભૂતનું કાર્ય કહી શકાશે નહીં. બા હું છું: આ હુ કરું છું વિગેરે પોતાનું જ્ઞાન જ દરેક પ્રાણીને પ્રમાણ:સિદ્ધ છે. તે જ્ઞાન જેને હોય છે, તે જ જીવે છે. આ રીતે નાસ્તિક વાદીને પરાભવ થાય છે. (આ પહેલું જીવની સત્તારૂપ સ્થાન થયું) ૧,
તથા જીવને કેઈ ઉત્પન્ન કરનાર નહીં હોવાથી તે નિત્ય છે. છતા. પદાર્થને સર્વથા પ્રકારે નાશ હેઈ શકે નહી, તેથી તેને નિત્ય મનાશે નહીં. જે જીવને નિત્ય ન માનીયે, તે બંધ મેક્ષાદિકને આધાર જે એક જીવ જ છે તે ઘટશે નહીં. અહીં આત્માને એકાંત અનિત્ય (ક્ષણિક ) માનનાર ખાદ્ધમતવાળા કહે છે કે આત્મા તો અનિત્ય છે, પરંતુ જ્ઞાનના ક્ષણે પ્રથમના અને પછીના ક્ષણોએ કરીને તુટેલા (નાશ પામેલા) આત્માને સાધે છે. ( એટલે કે પહેલે ક્ષણે આત્મા ઉત્પન્ન થયે, બીજે ક્ષણે નાશ પામે, વળી ત્રીજે ક્ષણે બીજે આત્મા ઉત્પન્ન થયું. તેને તે તે ક્ષણનાં જ્ઞાન સાંધી દે છે-સર્વ જ્ઞાનાદિક ક્રિયા કરવામાં જોડે છે.) જે આ પ્રમાણે માનીએ તો એક આત્માએ ક્રિયા કરીને કમને બંધ કર્યો, અને મુક્તિ બીજાની થઇ, એકે ભોજન કર્યું અને તૃપ્તિ બીજાને થઈ, એકે આષધ ખાવાનું દુઃખ અનુભવ્યું અને વ્યાધિ રહિત બીજે થયે, એકે તપસ્યાનો કલેશ સહન કર્યો અને સ્વર્ગનું સુખ બીજાએ ભોગવ્યું, તથા એકે થાય ભગુવાનો કમ કર્યો અને લકમાં વિદ્વાન બીજો થશે. આ રીતે સર્વ . અવ્યવસ્થા થશે. માટે બોદ્ધને મત અસત્ય છે (આ બીજું નિત્ય સ્થાન થયું) ૨. તથા કર્મને કરનાર છવજ છે. જે એમ ન હોય તે દરેક પ્રાણીને વિશે , ને સુખાદિકના અનુભવ પ્રસિદ્ધ રીતે દેખાય છે. તે થશે નહીં