________________
( ૬ ) અનુપમ શરીરવાળી, કુળની દીપિકા (દીવા) જેવી, કળાનું સ્થાન અને પવિત્ર લાવણ્ય રૂપી જળની કૂપિકા (કૂવા) સમાન એક પુત્રી પણ હતી. પવિત્ર મનવાળા અને સુંદર બુદ્ધિ વાળા રાજપુત્રે એકદા ગુરૂનું વચન સાંભળી વિરકત થઈ સંસાર ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. અને ભાગ્યથી શોભતી તેની બહેન (રાજપુત્રો) ને તેના પિતાએ કેઈ રાજા સાથે ઉત્સવ સહિત પરણાવી. તેને અનુક્રમે સુંદર મુખકમળવાળા, લક્ષ્મીનાં સ્થાન રૂપ, કીડા કરવામાં ચતુર અને કળ બોમાં કુશળ ચાર પુત્ર થયા. તે પુની પાસે તે હમેશાં બુદ્ધિરૂપી ધનવાળા, નાગમમાં અને અન્ય આગમમાં વિદ્વાન, સાધુ ની ક્રિયા કરવામાં નિપુણે ઉત્તમ ગુણવાળા, પ્રથમથી જ પ્રતિષ્ઠા પામેલા, અહંકાર રહિત અને શ્રીમાન આચાર્ય પદવીને ઉપભોગ કરવામાં ઈદ્ર સમાન પોતાના ભાઈની હર્ષથી પ્રશંસા કરતી હતી. માતાના મુખથી મામાનો લાઘા સાંભળીને તે ચારે પુત્રે એ વૈરાગ્ય પામી અનુપમ ચારિત્ર અંગીકાર કર્યું. બૃહસ્પતિના જેવી બુદ્ધિવાળા તે ચારે ગુરુ અને સ્થવિર મુનિઓનો પાસે અભ્યાસ કરીને શ્રુતજ્ઞાનમાં વિદ્રાન થયા. એકદા મનુષ્યમાં રત્ન સમાન, જ્ઞાનાદિક રાણ રને ધારણ કરનાર અને પવિત્ર અંતઃકરણવાળા તેઓએ પોતાના મામાને વાંદવા જવાની રજા માગી. ત્યારે ગુરૂએ તેમને આજ્ઞા આપી. પછી તેઓ ત્યાંથી વિહાર કરી સાંજને સમયે મામાના નગરની બહાર આવી પહોંચ્યા. સૂર્યાસ્ત થઈ જવાથી તેઓએ નગરમાં પ્રવેશ કર્યો નહીં, બહાર એક દેવકુળમાં જ રહ્યા. તે વખતે એક શ્રાવક તેમને મળ્યો. તેની સાથે તેઓએ મામા શીતળાચાર્યને કહેવરાવ્યું કે તમારા ભાણે જે તમને વાંદવા માટે અહીં આવ્યા છે, તે અત્યારે નગર બહાર રહ્યા છે, સવારે આપને વાંદરા આવશે.” તે સંદેશ શ્રાવકે જીને ગુરૂને કહ્યું. પછી તેઓને રાવિમાં શુભ ધ્યાન ધ્યાતાં વાયુથી વાદળાંને સમૂહ દૂર થતાં સૂર્યનો નિમળ પ્રકાશ પ્રગટ થાય તેમ ઘાતિકમીને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પ્રાતઃકાળે તેઓ ગામમાં ગુરૂને વાંદવા ગયા નહીં. તેથી તેમના મામા શી 1ળ ચાલે તેમને મળવા માટે ગામ બહાર આ