________________
(૬૨)
વ્યા, તેને આવતા જોઈ તે ચારે મુનીશ્વર ઉભા પણ થયા નહીં. તે જોઈ આચાર્યો તેમને કહ્યું કે –“હે ભાણેજે ! જે તમે વિનય રહિત હે તે હું જ તમને વાંદુ. ” ત્યારે તેઓ બેલ્યા કે –તમારી ઈરછા પ્રમાણે કરે.” તે સાંભળી આચાર્ય તેમને કોધ સહિત વાંદવા લાગ્યા. ત્યારે તેઓએ તેમને કહ્યું કે – “આવી દ્રવ્ય વંદના કરવાથી શું ફળ છે? ભાવવંદન વડે વાદ.” તે સાંભળી સૂરિએ પૂછ્યું કે “શુ તમોને કેવળજ્ઞાન થયું છે કે જેથી તમે મારી દ્રવ્ય વંદનાને જાણો છે ?” ત્યારે તેઓએ ઉત્તર આપે કે-“હા. એમજ છે.” તે સાંભળી શીતળાચાર્યે પોતાને અપરાધ ખમાવી ભાવથી વંદના કરી. વાંદતા વાંચતા તેમને પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ૧.
ક્ષુલ્લકની કથા. કેઈ આચાર્યું કાળધર્મ પામતી વખતે કોઇ ભુલક સાધુને સારા લક્ષણવાળા જાણે પોતાના આચાર્ય પદ ઉપર સ્થાપન કર્યા. તે બુદ્ધિવાળા સ્થવિર સાધુઓનો પાસે અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ તેના અંતઃકરણ રૂપી વનમાં દુર ભાવ રૂપી દાવાનળ સળગેલો હતે. ( બુઝાઈ ગયે નાતે.)તેથી મદ વડે હાથીની જેમ મેહનીય કર્મ વડે ચાવન રૂપી પ્રફુલ્લિત વનની અંદર કોડા કરતું તેનું મન ઉન્માર્ગ તરફ દોરાયું. તેથી એકદા સર્વ સાધુઓ ગોચરી લેવા માટે નગરમાં ગયા હતા તે વખતે થંડિલ જવાને મિષથી તે ભુલકાચાર્ય શીધ્ર પણે ઉપાશ્રયની બહાર નીકળ્યા. “વષઋતુના સમયની જેવા યાવન વયને ધિક્કાર છે કે જેનાથી મહાત્માઓનાં પણ મન રૂપી સરોવો ડોળાઈ જાય છે.' તે શુકલક આચાર્ય કેઈ એક દિશામાં જતાં કઈ વનમાં બકુલ વિગેરે ઘણું મનહર વૃક્ષો છતાં પણ લોકોએ મોટી ભક્તિથી પૂજાતા ખીજડીના વૃક્ષને જે લોકોને પૂછયું કે- શ્રેષ્ઠ વૃક્ષોને છોડીને આ ખીજડીના વૃક્ષને તમે કેમ પૂજે છે ? '' તેઓ બેલ્યા કે–“ પૂર્વે પૂએ આની પૂજા કરી છે, તેથી અમે પણ આને પૂજીએ છીયે. શું તમે નથી સાંભળ્યું કે લેક પૂજેલાને જ પૂજે છે. ? ” આ પ્રમાણે