________________
. ( ૧૮૬)
સામગ્રી એકત્ર કરવાને દેવ વિના બીજે કઈ (મનુષ્ય) સમર્થ થઈ શકતું નથી, તેજ પ્રમાણે આ દુઃષમ કાળમાં કેવળજ્ઞાની ન હોવાથી બીજા કેઈ પંડિતે આગમના વાક્યોને એકત્ર કરવા સમર્થ નથી. પરંતુ વેદના બળથી જ આગમના અર્થને નિશ્ચય કરવા ગ્ય છે એમ પૂર્વધરેએ કહેલું છે.” આવા સેંકડે અસત્ય વચનેએ કરીને તેણે રાજાને સમજાવી દીધો. નિગમનાં વાવડે બોધ પમાડે રાજા તેનાં વચનને સત્ય માનવા લાગ્યું. તેણે રાજાને કહ્યું કે –“નિગમની હીલના કરવાનું એ જ ફળ છે કે આત્માને દુર્લધ્ય સંસારસમુદ્રમાં પાત થાય. ”
ત્યારપછી મહિમગુપ્ત આચાર્ય પણ જમદગ્નિની સાથે તેના વિતંડાવાદથી પરાજય પામ્યા. તેથી તેણે પણ પૂર્વધર છતાં કુકર્મના ગે કરીને નિ:શંક રીતે શ્રાવકે પાસે તેનીજ પ્રમાણે પ્રરૂપણા કરી. પછી તે તે બન્ને નિગમ અને આગમના વાક્યોને વિપરીત અર્થ કરવા લાગ્યા અને મહિમગુપ્ત ગુરૂ પણ સાધુ વેષને ત્યાગ કરીને ગૃહસ્થી થઈ ગયા. આગમનાં વાક્યોને અન્યથા કરી તે રાજાના યાજ્ઞિક ગુરૂ થયા. અહો ! સાડાનવ પર્વને ધારણ કરનાર પણ ભવને વિષે ભમ્યા, તે પછી અન્ય જને અન્યથા પ્રકારે આચરણ કરે તેની શી વાત કરવી ? સૂરિ થઈને પણ આગમની હીલના કરવાથી તે દુરંત ભવસાગરમાં પડ્યા. “અહે! કર્મનું બળ કેવું દુરંત છે?”
આ પ્રમાણે સાગર તીર્થકરના નિર્વાણ મહોત્સવ પછી આ અવિદ્યામય ધર્મ મનુષ્યનાં ઐહિક વાંછિત પૂર્ણ કરવામાં ચિંતામણિની જેવો જણ સતે ૭૯૮૫૦ વર્ષ સુધી પૃથ્વી પર પ્રવર્યો. જમદગ્નિ અને મહિમગુપ્ત ગુરૂની પ્રેરણાથી તે ઇંદ્રઘુમ્ન રાજાએ અશ્વમેધ વિગેરે અનેક ય કર્યા, તેથી આ સમગ્ર