________________
(૧૭)
ભરતક્ષેત્ર યજ્ઞમય થઈ ગયું. કાળચક્રના બળથી હિંસામય યજ્ઞ પણ ધર્મ તરીકે માનવામાં આવ્યા. તે ઈદ્રધનુ રાજાએ ઘણા
કરવાથી તેના રાજ્યમાં પશુઓ ક્ષીણ થઈ ગયા.
એકદા ગુણવડે ભૂતળને રંજન કરનારી શકુંતલા નામની તેની રાણીએ પૂર્વ દિશા સૂર્યને પ્રસવે તેમ દેદીપ્યમાન એક પુત્ર પ્રસ. “આ શ્રેષ્ઠ પુત્ર તીર્થકરને પિતા થશે” આવી દેવજ્ઞની વાણીએ કરીને રાજાએ તે પુત્રનું જનક નામ પાડ્યું. તેના જન્મને દિવસે આકાશમાં દેવદુંદુભિ વાગ્યા. મેટાને જન્મ મોટા આશ્ચર્યનું કારણ હોય છે. તે જન્મથી જ સર્વ પ્રાણીઓને મિત્ર રૂપ હેવાથી શરણ કરવા યોગ્ય થયું. પરંતુ સમક્તિ દષ્ટિપણાના અભાવને લીધે તે પહેલે ગુણસ્થાને રહેલું હતું. તે પણ તેણે દયારૂપી મેઘની ધારાવડે મનરૂપી પર્વતને ભેદ્ય હતા અને તે અનુક્રમે શ્રદ્ધારૂપી મોટી લતાઓને મંડપ થયે હતે. ધર્મના અધિકારી પ્રાણીઓનો વિયોગ હોવા છતાં તે ભવ્યપણને લીધે બીજા મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા જીવોને ઉપકારી બન્યા.
તે જનકકુમાર યુવાવસ્થાને પામે ત્યારે તેણે ઈદ્રધુમ્નના મનરૂપી હાથીને પોતાના વાયરૂપી અંકુશવડે સ્કૂલહિંસાની કીડા કરતાં અટકાવ્યું. તેણે કહ્યું કે-“હે રાજન ! પ્રાણીઓને . વધ કરવાથી ધર્મ શી રીતે થાય? મલિન જળ કાદવના સંબંધથી નિર્મળ કેમ થાય? હે રાજા! આવા યજ્ઞકર્મથી આ ત્માની શુદ્ધિ થઈ શકતી જ નથી, માટે ધર્મબુદ્ધિથી આવું દુષ્ટ કર્મ ન કરે. જે હવે પછી તમે પ્રાણીઓને હિંસામય યજ્ઞ કરશે તો તે દુઃખસમૂહથી પીડા પામેલે હું મારા પ્રાણ ત્યાગ કરીશ.” આ પ્રમાણેનું પુત્રનું વચન સાંભળી પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે રાજા પ્રાણીની હિંસાથી વિરામ પામ્યો. જ્ઞાન વિનાને, મૃષા વચન બોલનારો અને સર્વ ધર્મથી રહિત થયેલો ઈંદ્રદ્યુમ્ન રાજા પુત્રની પ્રેરણા થયા પછી પિતાના મનમાં કાંઈક વિરક્ત ભાવ પામે.