________________
( ૧૫૧) કરવામાં સૂર્ય સમાન હતા. તેમાંથી શ્રીમહાવીર સ્વામી જીવતાં જ, નવ ગણધર મોક્ષ પામ્યા હતા, અને ઈંદ્રભૂતિ તથા સુધર્મા એ બે ભગવાનના મેક્ષ ગમન પછી સિદ્ધિપદ પામ્યા છે. શ્રીજબૂવામી છેલ્લા કેવળી થયા છે. તે મોક્ષે ગયા પછી દશ વસ્તુને વિચ્છેદ થયેલ છે. તે વિષે કહ્યું છે કે “મન:પર્યવ જ્ઞાન ૧, પરમાવધિ જ્ઞાન , પુલાક લબ્ધિ ૩, આહારક શરીર ૪, ક્ષપક શ્રેણી ૫, ઉપશમ શ્રેણી ૬, જિનકલ્પ ૭, ત્રણ સંયમ ૮, કેવ
જ્ઞાન ૯ અને મોક્ષ ૧૦ આ દશ સ્થાને જંબૂસ્વામી પછી નષ્ટ થયાં છે.” જંબુસ્વામી છેલ્લા કેવળી થયા ત્યાર પછી પ્રભવસ્વામી ૧, શય્યભવ ૨, યશોભદ્ર ૩, સંભૂતિવિજય ૪, ભદ્રબાહુ પ,અને સ્થળભદ્ર ૬, એ છ શ્રુતકેવળી (ચૌદ પુર્વ) થયા છે. આર્યમહાગિરિ અને આર્યસુસ્તીથી આરંભીને વાસ્વામી સુધીના દશ પૂર્વી થયા છે. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી એક હજાર વર્ષ પૂર્વનો વિચછેદ થયેલ છે. અહા ! કાળને વિલાસ કે છે? આ અવસપિણને વિષે પાંચમા આરામાં બે હજાર ને ચાર યુગપ્રધાન આચાર્યો થશે. તેમાં છેલ્લા સુરિ દુષ્પસહ નામના થશે. તે સ્વર્ગમાંથી ચવીને મનુષ્ય થશે, તેને ઇંદ્રાદિક દેવે નમસ્કાર કરશે, તેનું શરીર બે હાથનું થશે, છઠ્ઠ પર્યત ઉગ્રતપ કરશે, બારવર્ષ ગૃહવાસે રહેશે, ચાર વર્ષ મુનિપણે રહેશે અને ચાર વર્ષ સૂરિપદ પાળશે. સમુદ્ર શારદાચાર્યની પદવી પામશે, દશવૈકાલિક વિગેરે અલ્પ સિદ્ધાંતના જ્ઞાનવાળા થશે, તેટલા જ્ઞાનથી પણ પ્રાણીઓના ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણ ભવ સંબંધી સંદેહને નાશ કરશે. જિનેશ્વરના સ્વલ્પ આગમને પણ માટે પ્રભાવ છે. કહ્યું છે કે--“વર્ગથી ચવીને દુપ્રસહસૂરિ, ફશુશ્રી સાધ્વી, નાગલ નામને શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા એ ચારને છેલ્લે સંઘ થશે. એક સાધુ, એક સાધ્વી, એક
૧ પરિહારવિશુદ્ધિ, સ્મપરાય અને યથાખ્યાત.