________________
આ પ્રમાણે છે –“ રાજા ! તમારા ધનુષને ટંકાર શબ્દ સાંભળીને શત્રુના હૃદયરૂપી ઘડાઓ પુટી ગયા, પરંતુ તેમાંનું પાણી તેમની સ્ત્રીઓનાં નેત્રમાંથી મળ્યું, એ મેટું આશ્ચર્ય છે.” તે સાંભળી રાજા પશ્ચિમ દિશાને ત્યાગ કરી ઉત્તર તરફ બેઠે, ત્યાં પણ તે વિદ્વાન તેની સન્મુખ જઈ ચડ્યા અનુપ લેક બેલ્ય, તેને અર્થ આ પ્રમાણે –“હે રાજા ! સરસ્વતી તમારા મુખમાં રહેલી છે અને લક્ષ્મી તમારા હસ્તકમળમાં રહેલી છે, પરંતુ શું કીર્તિ તમારા પર કપ પામી છે કે જેથી તે દેશાંતરમાં જતી રહી છે? ”તે સાંભળી રાજા ઉત્તર દિશાને પણ ત્યાગ કરી સિંહાસન પરથી ઉભે થઈ બોલ્યો કે –“હે ભિક્ષુ ! ચારે દિશાનું મારું આખું રાજ્ય તમને અર્પણ કરું , માટે તમે આ સિંહાસન ઉપર બેસે. ” ત્યારે ભિક્ષુ બોલ્યો કે–“હે રાજા ! અમારે નિ:સ્પૃહીને રાજ્યથી સર્યું, પરંતુ જો તમે પ્રસન્ન થયા હો તે જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મને અંગીકાર કરી તમારા નામને સંવત્સર પ્રવર્તા-ચલાવે.” આ પ્રમાણે તે ભિક્ષુ કે જે સિદ્ધસેન દિવાકર મુનિરાજ હતા તેની વાણરૂપી જળથી સિંચાયેલ રાજારૂપી વૃક્ષ સમકિતરૂપી નવ પલ્લવેને ધારણ કરી ઘર્મરૂપી ફળને પામે. કાજળની જેવા મલિન જળને જેમ કતક નામની ઔષધિનું ચૂર્ણ નિર્મળ કરે તેમ રાજાએ શત્રુંજયની યાત્રાવડે પિતાના આત્માને નિર્મળ કર્યો અને તેણે ઈચ્છા પ્રમાણે સુવર્ણનું દાન કરી આખી પૃથ્વીને ત્રણ રહિત કરી, તેથી શ્રી વર્ધમાન સ્વામીની જેમ તેને સંવત્સર શરૂ થયે. જેમ હંસી પરાગ (રસ) નું ભક્ષણ કરતી કરતી એક કમળથી બીજા કમળ ઉપર જાય છે, તેમ તે રાજાની કીર્તિ બીજા રાજાઓના યશનું ભક્ષણ કરતી કરતી એક દેશથી બીજા દેશમાં ગઈ.