________________
( ૧૬૭)
એકદા કેાઈ ભાટ રાજસભામાં આવ્યું, તે વખતે જળપાન કરવાની ઈચ્છાવાળા રાજાને જોઈ અવસર પામીને તે બે કે–“હે રાજા ! તમારા મુખકમળને વિષે નિરંતર સરસ્વતી રહેલી છે, તમારે અધર ( 8) જ શોણ છે, કાકુસ્થ (રામચંદ્ર) ના પરાક્રમનું સ્મરણ કરાવવામાં નિપુણ આ તમારા જમણે હાથ જ સમુદ્ર છે, અને આ વાહિનીઓ ક્ષણવાર પણ તમારા સમીપ ભાગને છોડતી નથી, તે પણ તમારા સ્વ
૭ “માનસને વિષે (તમારૂં માનસ સ્વચ્છ છતાં) જળપાન કરવાને અભિલાષ કેમ થયું ?” આ પ્રમાણેને લેક સાંભળી રાજાએ તેને પુષ્કળ દાન આપ્યું અને પૃથ્વી પીઠ રૂપી પાટીને વિષે પિતાનું નામ લખ્યું. તે દાનનું પ્રમાણ આટલું હતું—
આઠ કરોડ સુવર્ણ, ત્રણ તલા મોતી, મદવારિને વિષે લુખ્ય થયેલા ભમરાઓવડે ક્રોધ પામેલા પચાસ હાથીએ, દશ હજાર ઘોડાઓ અને પ્રપંચ કરવામાં ચતુર સે વેશ્યાઓ-આટલી વસ્તુ પાંડુરાજાએ વિક્રમાદિત્યને દંડ તરીકે આપી હતી તે સર્વે તેણે ઉપર કહેલા ભાટને આપી દીધી.” | વિક્રમાદિત્યના દાનરૂપી મેઘથી તૃપ્ત થયેલા અનેક કવિઓએ તેના દાને વિષે અનેક પ્રબંધ અને કવિતા રચેલાં છે. કહ્યું છે કે –“અતિ વાચાળ કવિજનેએ ચેલા સેંકડો કાવ્યવડે વિસ્તાર પામેલું વિક્રમરાજાનું ચરિત્ર હાલમાં પણ લેકને વિષે વિદ્યમાન છે.” જે આર્યજનરૂપી તળાવે બીજા રાજાઓરૂપી મેઘોએ સુકવી દીધાં હતાં, તે તળાવ વિકમરૂપી સૂર્ય ઉલટાં ભરી દીધાં એ આશ્ચર્ય છે. સંસારથી વિરક્ત ચિત્તવાળા હે સજજનો! આ પ્રમાણે શ્રીકૃષ્ણ વાસુદેવ અને વિક્રમાર્ક
૧ વિઘાદેવી અને તે નામની નદી. ૨ રાતે, તે નામને કહ.
૦ મુદ્રા એટલે વીંટી સહિત, સાગર. ૪ સેનાઓ, નદીઓ,૫ મન, તે નામનું સરેવર