________________
૨૫૬
રાખે તેમાં શેક શે કરેઅને અલ્પ વૈભવવાળે પુરૂષ ઉદારતા રાખે તે તેની પ્રશંસા શી કરવી ? તેમજ સમર્થ મનુધ્યમાં રહેલા ક્ષમાગુણની પણ પ્રશંસા શી કરવી ?”
पन्नगे च सुरेंद्रे च, कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय, श्रीवीरस्वामीने नमः ॥ १॥
પાદને સ્પર્શ કરનારા ચંડકૅશિક સર્પને વિષે અને દે. દ્રને વિષે જેમનું મન એક સરખું જ છે એવા શ્રીવીરસ્વામીને નમસ્કાર થાઓ.”
પછી તેને દંશવડે પ્રભુના પાદમાંથી નીકળેલું ગાયના દૂધ જેવું કવેત રૂધિર જોઈને તે પે હૃદયમાં વિચાર કર્યો કે – “અહો ! આ શું આશ્ચર્ય? આજસુધી મેં શ્વેત રૂધિર તે કેઈનું જોયું નથી, પણ કાંઈક એવું સાંભળ્યું છે ખરું.” આમ વિચારતાં તે સપને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને “આ ચોત્રીશ અતિશયવાળા જિનેશ્વર છે એમ તેણે પૂર્વજન્મમાં જેનશાસ્ત્રને અભ્યાસ કરેલો હોવાથી નિશ્ચય કર્યો. એટલે તે શાંત થઈ ગયે. તેને એ પ્રમાણે શાંત થયેલ જાણે એટલે પ્રભુએ કષાયને ત્યાગ કરવા માટે તેને ઉપદેશ આપે કે-“ હે નાગરાજ ! ચારિત્રરૂપી ધનને ચારવામાં ઉદ્યમવાળા ચેરેની જેવા કષાએ તારું સર્વસ્વ લુંટી લીધું છે, પરંતુ બળ પુરૂષના નેહની જેમ સત્પરૂષને પ્રથમ તે કોધ ઉત્પન્ન થતા જ નથી, કદાચ ઉત્પન્ન થાય તે તે ચિરકાળ સુધી ટકતા નથી, અને કદાચ ચિરકાળ સુધી ટકે તે તેના માઠાં ફળ આપતો નથી. લવણ જે કંઈ રસ નથી, જ્ઞાન જે કઈ બંધુ નથી,ધર્મ જેવો કેઈ નિધિ નથી, અને કેપ જે કઈ વૈરી નથી. સર્વ પ્રકારના ધનનું મૂળ ધાન્ય છે, સમગ્ર સુખનું મૂળ ભાર્યા છે, સર્વ ગુણનું મૂળ વિનય છે અને સર્વ પ્રકારના વિનાશનું મૂળ કારણ ગર્વ-કેધ છે. વળી વચન