________________
૨૫૫
વિષથી તે વનમાં રહેલા વૃક્ષ, લતાઓ અને ફળ કુલ વિગેરે સર્વ સૂકાઈ ગયાં હતાં. આ પ્રમાણે થવાથી તે માર્ગજ ભયથી દૂર રહેવા ઈચ્છતા પથિકેએ તજી દીધું હતું. કારણ કે “જીવવાના હેતુથી શું સુવર્ણાદિકનો પણ ત્યાગ નથી કરાતે કરાય છે.”
એકદા પ્રતાપના સ્થાનભૂત અને દયાના સાગર શ્રી મહાવીરસ્વામી છમસ્થપણે વિહાર કરતા ત્યાં આવ્યા. ભયંકર ઉપસર્ગોને સહન કરનારા અને તે મૂઢ સર્પને બેધ કરવાની તીવ્ર ઇચ્છાવાળા તે ભગવાનને લેકેએ કહ્યું કે –“ દેવાય આ માર્ગે તમે જશો નહીં, કારણ કે ત્યાં મહાભયંકર દૃષ્ટિવિષ સર્ષ રહેલો છે.” આ પ્રમાણે કહ્યા છતાં ભગવાન તે માગેજ ચાલ્યા. કારણકે કૃપાળુ મનુષ્ય પિતાનું દુ:ખ જાણતાં છતાં પણ શું પરોપકાર કરવામાં પાછા હઠે ? નજ હઠે. તે પછી તીર્થકરને માટે તે કહેવું જ શું? કહ્યું છે કે જેનું ચિત્ત સર્વ પ્રાણીઓના ઉપર કૃપા કરવાના વિચારથી ભીંજાયેલું હોય છે, તેનેજ કેવળ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે; કાંઈ જટા, ભસ્મ કે ચીવર ધારણ કરવાથી મેક્ષ પ્રાપ્ત થતું નથી.” પછી જગત્રભુ -તે સપના બિલ પાસે જઈ પ્રતિમાને ધારણ કરી ઉભા રહ્યા. તેવામાં સર્ષે બહાર નીકળી પ્રભુને જોઈ વિચાર્યું કે–“આ કે ધૃષ્ટ પુરૂષ અહીં આવીને ઉભે છે ?” એમ વિચારી પિતાની કૂર દૃષ્ટિ વડે તેણે પ્રભુની સન્મુખ જોયું, પણ ભગવાનને કોઈપણ વિકાર થયે નહીં, તેથી કોઇ પામીને તે સપ સૂર્યની સન્મુખ વારંવાર જોઈ જોઈને અત્યંત વિષ ભરેલી દૃષ્ટિને સ્વામી ઉપર નાંખવા લાગ્યું. પરંતુ પ્રભુ તે મેરૂ પર્વતની જેમ નિશ્ચળજ રહ્યા. ત્યારે અત્યંત કપ પામેલા તેણે પ્રભુની પાસે આવીને પ્રભુના શરીર ઉપર પિતાની સમગ્ર દાઢા વડે ઉગ્ર દંશ દીધા, તે પણ અતિ સાહસવાળા સ્વામી નિશ્ચળજ રહ્યા. કહ્યું છે કે “વૈભવવાળે પુરૂષ કૃપણુતા