________________
२४४
એકદા પિતાના ભાઈ લુણિગને તેના અંત સમયે વસ્તુપાળે નવકાર મંત્ર વિગેરે સંભળાવીને પૂછયું કે-“હે ભાઈ! તમારી જે ઈચ્છા હોય તે કહે.” તેણે કહ્યું-“હે ભાઈ! મારે એક જિનચૈત્ય કરાવવાને મને રથ હતું, પરંતુ ધનના રહિતપણને લીધે તે મને રથ સિદ્ધ થયે નથી.” ત્યારે વસ્તુપાળે કહ્યું કે-“હે બંધુ ! તમે તે વિષે ખેદ કરશો નહીં. તમારો મને રથ હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સાંભળી તે લુણિગ સમાધિમરણ પામી સ્વર્ગે ગયે. ત્યારપછી વસ્તુપાળ અને તેજપાળ વેપાર કરી સુખે કાળ નિગમન કરવા લાગ્યા
એકદા વરધવળ રાજાને રાત્રિને વિષે સ્વપ્નમાં આવીને લહમીદેવીએ કહ્યું કે-“આ વસ્તુપાળ નામના વણિકપુત્રથી તારું રાજ્ય અત્યંત વૃદ્ધિ પામશે.” ત્યારપછી પ્રાત:કાળ થતાં રાજાએ પોતાના સેવકે મેકલીને વસ્તુપાળને બોલાવી કહ્યું કે – “મારી રાજ્યમુદ્રાને તું ગ્રહણ કર.” ત્યારે તે બે કે– “હે દેવ ! પ્રસન્ન મુખકમળવાળા સ્વામી આ પ્રમાણે જેની સાથે વાત કરે છે, તે સેવક પુણ્યવાનું અને ગુણવાન પુરૂમાં અગ્રેસર ગણાય છે. પ્રસન્ન મુખવાળા રાજાની દૃષ્ટિ જેના ઉપર પડે છે, તે પુરૂષ પવિત્રતા, કુલીનતા, દક્ષતા અને સુભગતાને પામે છે. વૃક્ષેને મેઘની વૃષ્ટિથી ધીમે ધીમે ફળને ઉદય થાય છે, પરંતુ રાજાઓની સંતુષ્ટિથી મનુષ્યને તત્કાળ ફળને ઉદય થાય છે. આ જગતમાં રાજા જેવું બીજું કઈ શ્રેષ્ઠ તીર્થ નથી. કેમકે રાજાના મુખકમળને જેવાથી જ સજનના કષ્ટ રૂ૫ પાપને નાશ થાય છે અને વાંછિત સંપત્તિ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે બોલતા તે શ્રેષ્ઠ વણિકને રાજે મંત્રીપણુની પહેરામણ આપી. ત્યારપછી રાજાની કૃપાથી તે મંત્રી પ્રતિષ્ઠા પામે. તેના તેજની સ્પર્ધાએ કરીને તેનું ધન પણ વૃદ્ધિ પામવા લાગ્યું. પુરૂષને ભાવ્યસમુદ્ર કેણ માપી શકે છે ? છપન