________________
સા કમકવા તને સાળા
છોડી
રહિત હોય તેવી રીતે પક્ષે રડે. કારણકે પિતાના મુખથી નીકળતી વિષની જવાળાએ કરીને ભયંકર અને મોટી જિહાવાળો આ સર્ષ તને ગળી જવાની ઈચ્છાથી આવ્યા છે. આ પ્રમાણે સાંભળીને ને ધાગ્નિવડે રક્ત થયેલા નેત્રવાળે અણુ રાજા બોલ્યો કે હે હત ! દૂર જા. અહીં જરાપણ ઉમે રહીશ નહીં, માત્ર વચન સંભળાવવાથી શું થયું ? ખરી ખબર તે રણભૂમિમાં પડશે.” એમ કહીને તેણે પિતાને દૂત એકલી તેને મુખે કુમારપાળને સામું કાવ્ય કહેવરાવ્યું. તે કાવ્ય દૂતે કુમારપાળ પાસે જઈ સિંહાસન પર બેઠેલા તેને સંભળાવ્યું. તેને અર્થ આ પ્રમાણે હવે કે-“હે સર્પ ! તારા અતુલ ગર્વને તું છોડી દે. મેટા ફેંફાડા મારીને જગતને કેમ ભય પમાડે છે ? કેઈ બિલ [ રાફડા ] માં ભરાઈને ચિરકાળ સુધી જીવિતનું રક્ષણ કર. નહીં તે મોટી પાના ઝપાટાથી ઉત્પન્ન થએલા વાયુવડે પર્વતોને પણ કંપાવતે આ તારે શત્રુ ગરૂડ તારૂં ભક્ષણ કરવા આવે છે. આ પ્રમાણે કહીને તે ડૂત પિતાને સ્થાને પાછે ગયે. ત્યાર પછી અર્ણ રાજાએ સુવર્ણના દાન વડે કુમારપાળના સામંત રાજાઓને ફોડી પિતાના કર્યા. કેમકે “દવ્ય જ ઉત્તમ વશીકરણ છે. ત્યાર પછી બન્ને સેન્ચે પૂર્વ અને પશ્ચિમના જાણે સમુદ્ર હેય તેમ સામ સામા મળ્યાં-એકઠાં થયો. તેમાં અર્ણ રાજાના વીરે યુદ્ધ કરવા લાગ્યા, અને બાણે વડે શત્રુઓને વિંધવા લાગ્યા. પરંતુ કુમારપાળના સુભટો જાણે ચિત્રમાં આળેખ્યા હોય તેમ યુદ્ધમાં સ્થિર થઈને જ ઉભા રહ્યા, તેમણે એક પણ પ્રહાર સામે કર્યો નહીં. તે વખતે રાજાના હસ્તીપાળે તેને કહ્યું કે “ હે સ્વામી ! આ આપના સર્વે સુભટો દ્રવ્યથી ભેદ પામેલા છે કુટેલા છે. તેથી કોઈ પણ યુદ્ધ કરશે નહીં. માત્ર એક હું અને બીજે આ હતી એ બે જ આપના ખરા ભકત રહ્યા છીયે.” તે સાંભળીને કુમારપાળ રાજાએ ચિંતાતુર થઈને તેને કહ્યું કે-“હે મહાવત ! આપણે હાથી શીધ્રપણે પાછું વાળ. આ વખતે તે મારા પ્રતિકૂળ થયેલા કર્મને જ નમસ્કાર છે. કારણ કે ઘણા સાથે એકલાએ યુદ્ધ કરવું એાગ્ય